Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

માળિયા મીંયાણાના જુસબ મોવરની હત્યા કરી અઢી મહીનાથી ફરાર પ્રેમીપંખીડાને પોલીસે ઝડપી લીધા

ઝીંઝુડાની સોનલ ઉર્ફે મરીયમ સંધી અને મોરબીના ભરત દલિત, સલાયા જતા ઝડપાઇ ગયા : ધરાર પ્રેમ કરતો હોય આરાધનાધામ (ખંભાળીયા) પાસે લઇ જઇ કાંટો કાઢી નાખેલ : વાડીનાર પોલીસ દ્વારા તપાસ

ખંભાળીયા, તા. ૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદે વાડીનાર મરીન ખાતે ગઇ તા. ૩/૧૦/ર૦૧૭ના રોજ વાડીનાર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧/ર૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦ર, ૧ર૦(બી) મુજબના ગુનાના કામે જુસબ ફતેમામદ મોવરની લાશ અવાવરૂ જગ્યા નાના મોટા માંઢા ગામની સીમમાંથી જાનવરોએ ખાધેલ હાડપીંજર જેવી હાલતની ચાર પાંચ દિવસ પહેલાની મળી આવેલ જેની તપાસ કરાવતા ફરીયાદી જાનમામદ ફતેમામદ દાઉદ મોવર રહે. રૂપલીયા વિસ્તાર, આનંદ હોટલની પાછળ માળીયા મિંયાણા જિ. મોરબી વાળાએ આ લાશને તેના ભાઇની હોવાની મર્ડરની ફરીયાદ આપેલ.

જેમાં સોનલબેન નાનજી તથા તેની સાથે એક ઇસમ ઉપર શંકા જણાવેલ જે મડૃરના ગુનાના કામેનો બનાવ અંગે કોઇ સ્પષ્ટ ચિત્ર નહીં જણાતા આવા ગંભીર પ્રકારના મર્ડરના ગુનાને તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને શોધી કાઢવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એચ. સારડાને સુચના કરતા શંકદાર તથા તેની ાસથેના ઇસમને સૌરાષ્ટ્ર ખાતે અવાર નવાર જગ્યાએ શોધી કાઢવા સતત પ્રયત્ન ચાલુ રાખેલ.

દરમિયાન એલ.સી.બી.ના સ્ટાફને હકીકત મળેલ કે, ઉપરોકત ગુનાના કામેના શંકદાર મહીલા તથા તેનો પ્રેમી સલાયા સોનલના માતા ઘરે જવા રિલાયન્સ સર્કલ પાસેથી નીકળવાના છે. જે અનુસંધાને વોચ કરી મહિલા મરીયમબેન .ર્ફે સોનલ સલેમાનભાઇ કાસમભાઇ શમા સંધી ઉ.વ.રપ ધંધો મજુરીકામ રહે. હાલ સલાયા ડી.વી. સોલ્ટમાં પરોઢીયા રોડ તા. ખંભાળીયા મૂળ ઝીંઝુડા ગામ  તા. જોડીયા તથા તેના પ્રેમી ભરતભાઇ ભીમજીભાઇ જીવણભાઇ રેશીયા દલીત ઉ.વ. ર૮ ધંધો મજુરી કામ રહે. કોઠારીયા તા. જોડીયા હાલ મોરબી ઓકટીવા કારખાનામાં મોરબી વાળાને શોધી કાઢી પૂછપરછ કરતા મરીયમ ઉર્ફે સોનલએ જણાવેલ કે, જુસબ તેને એક તરફી ધરાર પ્રેમ કરતો હોય અને કહેતો કે તું મારી સાથે લગ્ન નહીં કરીશ તો ભરતને પણ મારી નાખીશ તેમ ફોન ઉપર ધમકીઓ આપતા હોવાથી તેણીએ તથા તેના પ્રેમી ભરતએ પૂર્વકાવતરૂ કરી તેનો કાંટો કાઢી નાખવા જામનગર ખાતેથી મરચાની ભૂકી લઇ આવી સલાયા તેની માતાના ઘરે આવવાનું કહી અને રસ્તામાં આધારનાધામ પાસે અવાવરૂ જગ્યાએ લઇ જઇ આંખમાં મરચાની ભૂકી નાંખી બંનેએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયેલની કેફીયત આપેલ હતી. આખરે બનાવ બાદ અઢી મહીનાથી પોલીસને દોડાવતી, પોલીસ સાથે સંતાકુકડી રમતી ઉપરોકત નામવાળા પતિ પત્નીને જોડીને દબોચી લઇ ધરપકડ કરી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઇ. એસ. એચ. સારડા, પીએસઆઇ એ. એસ. કડછા, એએસઆઇ હબીબભાઇ મલેક, મહેશભાઇ સવાણી, અરવિંદભાઇ નકુમ, એચસી અજીતભાઇ બારોટ, અશોકભાઇ સવાણી, મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ એમ. ડાંગર, ભરતભાઇ ચાવડા, પીસી પૃથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઇ કટારા તથા ડ્રા. એચસી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે કરેલ હતી.

(11:27 am IST)