Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

દેવભુમી દ્વારકા એલસીબી ટીમે કચ્છના છેતરપીંડીના ગુન્હામાં અરજણ ચાવડાને ઝડપી લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૬: પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ નાઓએ હાલમાં વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી અનવ્યે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડ્રાઈવનુ આયોજન કરેલ જે અનવ્યે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેયનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર, શ્રી બી.એ.દવમુરારી તથા શ્રી એસ.એસ.ચૌહાણનાઓની અલગ-અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૃરી વર્ક આઉટ હાથ ધરવામાં આવેલ હતું.

જેમાં પોલીસે અરજણભાઇ કેશુરભાઇ ચાવડા જાતે આરી ઉ.વ.૩૬ રહે. લીંબડી ગામ તા.કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકાની કચ્છના છેતરપીંડીના ગુન્હામાં ધરપકડ કરી છે.

આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. કે.કે.ગોહીલનાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચરએસ.એસ.ચૌહાણ, તથા એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, મસરીભાઈ ભારવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અરજણભાઈ મારૃ, જયદેવસીંહ જાડેજા, કેશુરભાઇ ભાટીયા, બલભદ્રસિંહ ગોહિલ, સુનીલભાઈ કાંબલીયા તથા પોલીસ હેડ કોન્સ. લાખાભાઈ પીંડારીયા, ડાડુભાઈ જોગલ, કુલદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઇ મોઢવાડીયા,તારણભાઈ બેલા, અરજણભાઈ આંબલીયા, સચીનભાઈ નકુમ, મેહુલભાઈ રાઠોડ, ડ્રા. એ.એસ.આઈ. નરસીભાઈ સોનાગરા, ધરમેન્દ્રસિંહ ચુડાસમા, ડ્રા.પોલીસ હેડ કોન્સ. હસમુખભાઈ કટારા, ડ્રા. પો.કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(3:19 pm IST)