Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

પોરબંદરની ૧રપ વર્ષ જુની ભાવસિંહજી સરકારી હોસ્‍પીટલમાં દાતાઓએ બંધાવી આપેલા ૩ વોર્ડનો સ્‍ટાફના રહેણાંક તરીકે ઉપયોગ ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: અત્રેની સરકારી ભાવસિંહજી હોસ્‍પીટલ આશરે ૧રપ એકસો પચ્‍ચીસ વરસની જુની હેરીટેજ ગણી શકાય. આ હોસ્‍પીટલ પોરબંદરના સખત પારસી સદગૃહસ્‍થ દાતા સ્‍વ.શેઠ મંચરેશા હરજીભાઇ વાડીયાળી તેમજ પોરબશ્રંદર સખી દાતાઓ દશા શ્રીમાળી વણીક સદગૃહસ્‍થ સ્‍વ.હરખચંદ વેલજી તથા સ્‍વર્ગસ્‍થ મેમણ સદગૃહસ્‍થ ખડબાય તેમજ પારસી સ્‍વ.સદગૃહસ્‍થ દ્વારા બે રૂમના ખાસ સ્‍પેશ્‍યલ બ્‍લોક જે તે સમયની આધુનીક સુવિધા સ્‍પેશ્‍યલ વોર્ડ મેળવનારને ત્‍યાં રહી શકે રસોડુ રસોઇ કરી શકે તેવી સગવડ સાથે બનાવવામાં આવેલ છે.

આ સ્‍પેશ્‍યલ વોર્ડ સ્‍વર્ગસ્‍થ દાતાઓએ ખાસ ચોક્કસ શરતો કરાર સાથે આ જીવન સગવડ મળી રહે તે શરતોથી રાજયને અર્પણ કરી અને રાજયે તે શરતો સ્‍વીકારી હોસ્‍પીટલના વહીવટમાં સામેલ કરી હોસ્‍પીટલને સોંપ્રત કરેલ. પ્રથમ લાભ દાતાઓના પરીવારના કોઇ પણ સભ્‍ય હોસ્‍પીટલમાં સારવારમાં દાખલ થાય ત્‍યારે ચોક્કસ શરતો નિયમ પ્રાયોરીટી ધોરણે આપવાનો જયારે દાતા જ્ઞાતીના સગાસંબંધી દાખલ ન હોય ત્‍યારે સાર્વજનીક તેને હોસ્‍પીટલના ઉપયોગમાં લઇ શકાય જે તે સમય સ્‍પેશ્‍યલ વોર્ડના  દાતા જ્ઞાતિના પરીવાર સબંધીને રાહત આપવાની છે.

હાલ આ ત્રણેય વોર્ડનો ઉપયોગ સ્‍ટાફ કવાર્ટર તરીકે કરવામાં આવે છે. રહેણાંક હેતુમાં ફેરવેલ છે.  જે સ્‍પષ્‍ટ શરત ભંગમાં આવે છે. સ્‍પેશ્‍યલ વોર્ડની સુવિધા રહી નથી. હોસ્‍પીટલ સતાવાળાઓ માહીતી માંગો તો આપી શકતા નથી. પીડબલ્‍યુડી પાસે રેકર્ડ હોવાનું જણાવી વહીવટી અધિકારી છટકી તથા  જાય છે. એવા મૌખીક પણ બચાવ કરે છે કે જીલ્લા કલેકટર શ્રી પાસેથી મંજુરી મેળવી લીધેલ હોય સ્‍ટાફ રહેણાંક કવાટર કરવા મંજુરી આપેલ છે. સ્‍વર્ગસ્‍થ પણ કરી શકતા નથી.

આવી જ રીતે ઘણુ કરી પુર્વ સિવિલ સર્જન અને ઓફીસ સુપ્રીટેન્‍ડન્‍ટ ડો. બી.કે.વોરા તથા જે તે સમયે ભાવસિંહજી હોસ્‍પીટલના વહીવટી અધિકારી યાને આર.એમ.ઓ. સ્‍વ. ડો. બાબુભાઇ બી.હોદાર (નિવૃત સમયે પ્રમોશન મળતા સિવિલ સર્જન ઓફીસ સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ)એ તથા તેઓશ્રીના સક્રિય પ્રયાસથી સિવિલ સર્જનના અને કિનિ ચર્ચ સામે રેલ્‍વે સ્‍ટેશન ચોપાટી રોડ આવેલ ભાવસિ઼હજી હોસ્‍પીટલના ખુલ્લા કંમ્‍પાઉન્‍ડ સ્‍વતંત્ર સેનાની દશા શ્રીમાળી વણીક સ્‍વ.નગીનદાસ ગોકદાસ મોદીના ટ્રસ્‍ટી પાસેથી તેમજ એક મેમણ સ્‍વ.મહિલા અને અન્‍ય દાતા અનુદાનથી ખાસ નાના બાળકોનો તથા હિલા માટેનો ૩૦-૩૦ પથારીનો ખાસ વોર્ડ સત્‍કાર કરેલ છે. તેમાં સ્‍પષ્‍ટ ચોખ્‍ખા હેતુ જ દર્શાવેલ છે. વોર્ડમાં દાખલ પગથીયા પર દાતાના નામની આરસ અક્ષર કંડારેલ તખ્‍તો નામ સહિત બંધાયેલ વોર્ડનો ઉપયોગ હેતુ સ્‍પષ્‍ટ દર્શાવતી લગાડવામાં આવેલ છે તેજ રીતે તેનો ઉપયોગ કરવાનો હેતુ સ્‍પષ્‍ટ છે તેના બદલે આ વાર્ડ અદ્રશ્‍ય થઇ ગયેલ છે. બાળકોના સ્‍પેશ્‍યલ વોર્ડની સુવિધા

જે તે સમયે ભાવસિંહજી હોસ્‍પીટલ દાતાઓના અનુદાનથી તૈયાર યાને કાર્યરત કરવા રાજવીને દતાઓએ સોંપ્રેત કરેલ ત્‍યારે રાજય જાહેર હિત અર્થે  લોકાર્પણ કરતી વખતે સ્‍વર્ગસ્‍થ ત્રણ દાતાઓના દાનથી ત્રણ બ્‍લોક અને છ રૂમ રસોઇ ઘર સાથે સોંપ્રત કરેલ. ત્‍યારે દરેક દાતાઓએ કેતેમના વારસી ટ્રસ્‍ટીઓએ આગળની લોબી ની દિવાલમાં મોટા શિલાલેખ-તખ્‍તી-દાતાના નામની અને ચઆ સ્‍પેશ્‍યલ વિષે સ્‍પષ્‍ટ માહીતી સંક્ષિપ્તમાં આરસ તખ્‍તીમાં કોતરાવી દાતાના નામ નીચે ઉદેશ હેતુ જણાવેલ છે તે પરથી જ જણાય આવે છે કે દાતાની અંતિમ ઇચ્‍છા અનુસાર જ ઉપયોગ કરવાનો તે હેતુ સચવાવો જોઇએ તેમા ફેરફાર થઇ શકતો નથી.  સરકારી હોસ્‍પીટલમાં છેલ્લા ત્રી સવરથી કે તેથી વધુ સમયથી ફુલ ટાઇમ સજૃનની નિમણુંક આપવામાં આવતી નથી. સરકારનું સત્‍ય એ છે કે ચોક્કસ મળતુ નથી. જેથી એવુ કહે છે કે પોરબંદર કોઇ સિવિલ સર્જન આપવા માટે તૈયાર નથી ના પાડે છે. જયારે બાહ્ય રીપોર્ટ ઇન્‍ટરવ્‍યુહમાં બોલાવેલ પણ આર્ડર આપતા નથી.તેવી ચર્ચા છે. બહુ ઉહાપોહ થાય તો ીજા જીલ્લામાંથી ર બે ત્રણ માસ માટે અઠવાડીયામાં એક દિવસ કે બે દિવસ ડેપ્‍યુટેશન સિવિલ સર્જન કરાવે છે. પરંતુ ઓપરેશન વિગેરે કરી નહી મોટે ભાગે મુડમાં હોય તો ઓપરેશન નહીતર કારણ દર્શાવી દયે તેવી ફરીયાદો છે.

(1:17 pm IST)