Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

વેરાવળઃ ડો.ઇશ્વર સોનેરીએ અપક્ષ ઝૂકાવ્‍યું

વેરાવળમાં રાજકીય ભૂકંપ. ખારવા સમાજના લોકલાડીલા સેવાભાવી ડોકટર ઇશ્વર સોનેરીએ અપક્ષઉમેદવારી નોંધાવી હલચલ મચાવી છે. ખારવા સમાજના ૩૦ હજાર મત છે. નગરપાલીકાની ચૂંટણીમાં ધુરંધર ઉમેદવારને કારમી હાર આપી વેરાવળ વોર્ડ નં. ૧૧ ના અપક્ષ નગરસેવક બન્‍યા હતાં. તેઓ મફતમાં દવાખાનું ચલાવે છે અને પોતાની ઓફીસથી પ્રજાને દરેક પ્રકારના કામ કરી આપે છે. પ્રજા સરકારી ઓફીસોમાં ૪-પ-૬ મહિનાઓ સુધી ધકકા ખાય ખાય ને પણ કોઇ કાગળીયા કઢાવી ના શકતા હોય એ માત્ર થોડાક જ દિવસોમાં પોતાના કાર્યકર્તાઓને મહેનતે લગાડીને થોડાક જ દિવસોમાં કઢાવી આપે છે તેમ એક યાદીમાં જણાવાયું છે. ભાજપના મનાતા ૭-૮ હજાર મતોનું ગાબડું પડે તેમ મનાય છે

(11:55 am IST)