Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગર જિ.માં કમોસમી વરસાદથી ધરતી પુત્રોની માઠી દશા

લીલો સુકો ધાસચારો પણ પલળી જતા પશુધન સાચવવુ પણ મુશ્કેલ : ખેડૂતોની સાથે પશુપાલકોની હાલત પણ દયનીય બની : લીલા સુકા ઘાસના ભાવ મણના રૂ. ૯૦ સુધી પહોચતા પશુપાલકોને ખરીદી કરવી પણ પોસાતી નથી

વઢવાણ તા.૧૬ : સુરેન્દ્રનગર જિલ્લા માં કમોસમી વરસાદે જિલ્લા ની પરિસ્થિતિ ખૂબ કથળી બની છે.ખેડૂતો દ્વારા કરવામાં આવેલ અંદાજ મુજબ કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ૭૮ ટકા પાકને નુકસાન થયું છે. આ અસરગ્રસ્ત પાકમાં ઉનાળાના એંરડા બીજ, દ્યઉં, કઠોળ, અને સરસવનો સમાવેશ થાય છે. અને આ નુકસાન બાદ સરકાર સમક્ષ ખેડૂતો એઙ્ગ નુકસાન પામેલ પાકનું વળતર ચૂકવવા માટેની માગણી કરી છે. આ પરિસ્થિતિ બાદ આ ક્ષેત્રમાં અને એપીએમસી હેઠળના માર્કેટિંગ યાર્ડને પણ ભારે નુકસાન થયું છે.

ત્યારે આ કમોસમી વરસાદ ફકત ખેડૂતો ને નહીં પરંતુ પશુપાલકો ને પણ ભારે એવું નુકસાન કરી ગયો છે.જિલ્લા ના ખેતરો માં ત્યાર થયેલા પાક વરસાદ ના કારણે પલળી ને સળવા લાગવા ના કારણે જિલ્લા મા સૂકા અને લીલા ચારા ની આભાવ જોવા મળી રહો છે.અને જે ચારો આવે તેના ભાવ પણ આસમને પહોંચ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગઈ કાલે ધાગધ્રા પંથક અને અનેક વિસ્તારોમાં માં કરા સાથે વરસાદ ૪ ઈચ કરતા પણ વધુ નોંધાયો છે.ત્યારે આ પગલે જિલ્લા માં બાકી રહેલા પાક ને પણ નુકસાન જવા ની ભીતિ ઉભી થઇ છે.ત્યારે જિલ્લા માં હાલ લીલા અને સૂકા દ્યાસ ચારા ની ખૂબ અછત છે.

ત્યારે જિલ્લા ના પશુપાલન કરતા પશુ માલિકો ને મોંદ્યા ડાટ ચારા ના પગલે પોતાના પશુધન ને સાચવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જિલ્લા માં આગામી સમય માં પાસુ આહાર વિસે પણ સરકાર વિચારણા કરે તેવી પશુપાલકો ની માગ કરવા માં આવી રહી છે.

ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ લીલા ચારા ના ભાવ ૯૦ રૂપિયે મણ બોલવા માં આવતા જિલ્લા ના પશુ પાલકો માં સન્નન્ટો વ્યાપ્યો હતો.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં.મેળા ના મેદાન માં પણ ફકત ૩ ગાડી સૂકા દ્યાસ ની આવી હતી.ત્યારે તેમાં પણ ભાવ આસમાને બોલવા માં આવતા પશુ પાલકો ને ભારે ભાવ દઈ ને ખરીદવા મજબુર બન્યા હતા.

(12:12 pm IST)