Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વેરાવળના મલોંઢા ગામે સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન

પ્રભાસ પાટણ :વેરાવળ તાલુકાના મલોંઢા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૩૦૩ વ્યકિતલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ૭ લાભાર્થી બહેનોને પ્રેસર કુકર અર્પણ કરાયા હતા. મલોંઢા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં દેદા,પાલડી,સારસવાવાવડી-આદ્રી,ચાંડુવાવ અને ચમોડા સહિતના સાત ગામોના વ્યકિતલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. આ પ્રસંગે ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ,મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા,તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠક્કર,અગ્રણીશ્રી હરદાસભાઈ સોલંકી,વિજયભાઈ પરમાર,સંજયભાઈ ડોડીયા અને ધીરૂભાઈ સોલંકી સહિત મોટીસંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસવીર- દેવાભાઈ રાઠોડ. પ્રભાસ પાટણ )

(12:07 pm IST)