Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે કલાર્ક ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા

પરિક્ષાર્થીઓને અમોબાઇલ -કેલકયુલેટર લઇ જવા પ્રતિબંધ

સુરેન્દ્રનગર,તા.૧૬: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા કાલે  તા.૧૭ના રોજ  બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૪-૦૦ કલાક સુધી યોજાનાર છે.

આ પરીક્ષા પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક અને એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે,  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

 આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પરીક્ષા સમય દરમિયાન થતી ગેરરીતીઓ અટકાવવા સારૂ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા તેમજ પરીક્ષા ખંડમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનીક ગેઝેટસ/કેલ્કયુલેટર જેવા તમામ ઈલેકટ્રોનીક ઉપરકરણોના ઉપયોગ કરવા પર  પ્રતિબંધ ફરમાવેલ છે.

(12:04 pm IST)