Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય શહેર ભાજપના મુખ્ય હોદ્દાઓ માટે ભારે ખેંચતાણ

અમુક શહેર અને ગ્રામ્ય મંડળોના નામ ડિકલેર નથાય તેવી શકયતાઃ કયાંક વિરોધનો વંટોળના એંધાણ પ્રદેશ સુધી પહોંચ્યા

તળાજા, તા.૧૬:  ભાવનગર જિલ્લા ભાજપ નીચે શહેર અને ગ્રામ્ય મળી કુલ સોળ મંડળ આવેલા છે. આ મંડળ ના મુખ્ય હોદેદારોની પસંદગી માટેની કવાયત છેલ્લા પંદરેક દિવસ થી ચાલી રહી છે.જેને લઈ મોટાભાગના મંડળો માં ખેંચતાણ ચાલી રહી છે.આથી વિવાદનો વંટોળ ઉભો થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.જેના કારણે મોવડીઓને ફૂંકીફૂંકીને છાસ પીવાનો વખત આવ્યો છે.

નવા સંગઠન માળખાને લઈ  તળાજા માં રીતસર ના બે ભાગલા પડી ગયા છે. બન્નેગ્રૂપ એકબીજા ને ભરીપીવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.પોત પોતાના આકાઓ નો  સંપર્ક કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ જિલ્લા ના કુલ સોળ મન્ડલ માંથી મોટા ભાગની હોવાની વાતછે.સર્વ સંમતિ કયાકજ છે.

એ ઉપરાંત એવોપણ રોષ છેકે સરચના ની જવાબદારી નિભાવનાર નેપણ નવા સંગઠન માળખા માં કોને કોને સમાવવા તેમાટે સંવાદ કે વિશ્વાસ માંપણ લેવામાં નથી આવ્યા.જે લોકોએ ભૂતકાળ માં હોદાઓ પર રહી પાર્ટીએ આપેલ ટાર્ગેટ સાથેના કામ.પુરા કરેલ હોવા છતાંય સાઈડ લાઈન કરવામાં આવ્યાની વાત પાર્ટીના નાના થી લઈ મોટા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે.જેને લઈ કયાંક ભારે અસંતોષ છે.ને એ વાત જિલ્લા થી લઈ છેક પ્રદેશ કક્ષાના નેતાઓ,આગેવાનો સુધી પહોંચાડવામાં આવીછે.જેમાં ગત ચૂંટણી ઓથી લઈ પાર્ટીના કાર્યક્રમો માં હાજરી,કરેલા કામ ની વિગતો પણ કયાંક ફરિયાદ સ્વરૂપે તો.કયાંક તરફેણમાં સબંધીતો સુધી પહોંચાડવા આવી છે.મોડી રાત સુધી જિલ્લા ના અનેક.મંડળો ની આવી પરિસ્થિતિ હોવાની વાત બહાર આવી રહી છે.જેને લઈ કયાંક નામો.ડિકલેર ન કરવા ની વાત અને ડિકલેર થાય તો હોબાળો થવાની શકયતા વર્તાઈ રહી છે. તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

(11:48 am IST)