Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દ્વારકાના ભીમપરા નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા ગઢડા (સ્વામી)ની મહિલાનું મોત

ખંભાળીયા, તા. ૧૬ :. સ્વામીના ગઢડા ગામે રહેતા વિજુભાઈ ભુરાભાઈ લાખાવદરા પોતાની સ્વિફટ કાર જીજે ૧૪ ૬૧૦૨ નંબરની લઈ પરિવાર સાથે દ્વારકા તરફથી પુરપાટ ઝડપે આવી રહ્યા હોય ત્યારે દ્વારકા-પોરબંદર રોડ પર આવેલ ભીમપરા ગામ નજીક રોડ પર પડેલા બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર અન્ય સાહેદો તથા તેમના પત્ની રેખાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું તથા અન્ય સાહેદોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(1:52 pm IST)