Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ખેલ મહાકંુભની રાજયકક્ષા ખોખો સ્પર્ધા વડીયા મુકામે

 સાવરકુંડલા : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજય સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા રાજયકક્ષાની ખેલ મહાકુંભ  સ્પર્ધા (ભાઇઓ)નું આયોજન ૧૩-૧૧-૧૮ ની ર૬-૧૧-૧૮ સુધી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કુલ વડીયા ખાતે કરવામાં આવેલ છે. જેનાં ઉદઘાટન પ્રસંગે ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુર્વ મંત્રીશ્રી, બાવકુભાઇ ઉંઘાડ, વડીયા સરપંચશ્રી તથા તમામ સદસ્યો, આસપાસના વિસ્તારનાં તમામ આગેવાનો સામાજિક કાર્યકરો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જાદવ ઉપસ્થિત રહયા હતાં. કુલ રાજયનાં વિવિધ જિલ્લાઓમાંથી ઓપન એ જ ગ્રુપ સ્પર્ધાના પ્રથમ દિવસે ૩પ જેટલી ટીમો આવેલ હતી. ઉદઘાટન પ્રસંગે તમામનું શાબ્દીક સ્વાગત જિલ્લાનાં રમત ગમત અધિકારીશ્રી અશરફ કુરેશ દ્વારા કરવામાં આવેલ સંસ્થાનાં આચાર્યશ્રી, ડી. ડી. પાદરીયા, દ્વારા કરવામાં આવેલ હતી. મુખ્ય મહેમાનો દ્વારા ટોસ ઉછાળી સ્પર્ધા શરૂ કરવામાં આવેલ.

(1:49 pm IST)
  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ તેમના પુત્રએ ભત્રીજા પર કર્યો હુમલો : પંચમહાલ સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ રેતીના વેપારમાં હરીફાઇની અદાવતમાં કર્યો હુમલોઃ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર કર્યો હુમલોઃ સુમન ચૌહાણ છે કલોલના ધારાસભ્ય access_time 1:39 pm IST

  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST