Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પોરબંદર પાસે કારની હડફેટે ગાડા ચાલકને ગંભીર ઇજા : બળદનું મોત

કારની પાછળ પ્રેસીડેન્‍ટ ઓફ બીજેપી ખંભાળીયા લખેલુ છે : ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો : ગાડા ચાલકને સારવાર માટે ખંભાળીયા ખસેડાયો

પોરબંદર, તા. ૧૬ : પોરબંદરની અડવાણા ચેકપોસ્‍ટ નજીક ગઇકાલે રાત્રીના પૂરપાટ આવતી કારે આગળ જતા બળદ ગાડાંને હડફેટે ચઢાવતા ગાડાં ચાલકને ગંભીર ઇજા થતા ખંભાળીયા હોસ્‍પિટલે સારવાર માટે ખસેડાયેલ છે. અકસ્‍માતમાં એક બળદનું મોત અને બીજા બળદને ઇજા થઇ છે.બળદ ગાડાંને હડફેટે ચઢાવનાર કારના નંબર જીજે-૪-એવી-૪૪પ૪ અને પાછળ પ્રેસીડેન્‍ટ ઓફ બીજેપી ખંભાળીયા લખેલુ છે. કારનો ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો છે. આ બનાવની બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:12 am IST)