Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લીંબડી - અમદાવાદ હાઇવે ઉપર અકસ્‍માત : ૨ના મોત

ટેન્‍કર પાછળ ટ્રક ઘુસી જતાં ડ્રાઇવર - કલીનરના મોતથી અરેરાટી

વઢવાણ તા. ૧૬ : લીંબડી-અમદાવાદ હાઇવે પર સાંજના સુમારે ટેન્‍કર અને ટ્રક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. ટેન્‍કર પાછળ ટ્રક ઘૂસી જતાં બે વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. જયારે અન્‍ય કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલે ખસેડાયા હતા. અકસ્‍માત બાદ કલાકો સુધી ટ્રાફિકજામની સ્‍થિતિ સર્જાઇ હતી.

પ્રાથમિક વિગત પ્રમાણે લીંબડી-અમદાવાદ હાઇવે પર બગોદરા નજીક કટારિયા ગામના પાટિયા પાસે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો, હાઇવે પર રોડની સાઇડમાં એક ટેન્‍કર સાઇડમાં પડ્‍યું હતું. આ દરમિયાન હાઇવે પરથી પસાર થતો ટ્રક ધડાકાભેર ટેન્‍કર સાથે અથડાયો હતો. ટેન્‍કર સાથે અથડાયા બાદ ટ્રકમાં સવાર ડ્રાઇવર અને ક્‍લીનરના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

હાઇવે પર ટ્રાફિકજામથી મૃતદેહો અટવાયા

સતત વ્‍યસ્‍ત રહેતાં રાજકોટ-અમદાવાદ પર ટ્રક અને ટેન્‍કર વચ્‍ચે અકસ્‍માતને કારણે ટ્રાફિકજામની સ્‍થિતિ સર્જાઇ હતી. અકસ્‍માત એટલો ગંભીર હતો કે મૃતદેહો ટ્રકમાં ફસાઇ ગયા હતા. જેને બહાર કાઢવા માટે મોટા વાહન જેમ કે જીસીબીની જરૂર પડશે, જો કે હાઇવે પર ટ્રાફિકજામને કારણે બચાવદળના લોકો અકસ્‍માત સ્‍થળે પહોંચી શક્‍યા નથી. આ લખાઇ રહ્યું છે ત્‍યાં સુધીમાં મૃતદેહો ટ્રકમાં ફસાયેલા છે.

(11:06 am IST)
  • જેટ એરવેઝ ઇન્ડિયાને બચાવી લેવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાટા ગ્રૂપને મદદ માટે આગળ આવવા કહ્યું છે. access_time 12:39 am IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST