Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

માટેલમાં પોલીસમાં અરજી કરતા આરોપીએ ઝાપટ મારી :હાથ પગ ભાંગી નાખવાની ધમકી દીધી

 

વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસમાં કરેલ અરજી બાબતે સારું નહિ લગતા ઝાપટ મારીને ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

  વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા નારાયણભાઈ છગનભાઈ ચાવડા (.૩૮) માટેલ ધરામાં ગંદુ પાણી કરવા બાબતે 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી કરેલ હોય જે માટેલ ગામે રહેતા હમીરભાઈ જીવનભાઈ કોળીને સારું નહિ લાગતા હમીરભાઈએ નારાયણભાઈને ઝાપટ મારી હાથ-પગ ભાંગી નાખાવની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 am IST)
  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • વાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 1:39 pm IST