Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લોધીકા તા. પંચાયતના કારોબારી ચેરમેન પદે ચુંટાતા દિગુભા જાડેજા

પ્રમુખ ડી.કે. સખિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, હરીશચંદ્રસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

લોધીકા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ગઈકાલે પાળ બેઠકના સભ્ય અને ભાજપના સંનિષ્ઠ અગ્રણી દિગુભા જાડેજાની બિનહરીફ વરણી થતા હર્ષની લાગણી ફેલાઈ છે. કારોબારી ચેરમેન હરીશચંદ્રસિંહ જાડેજાની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી થતા તેમના રાજીનામાથી ચેરમેનની જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી સમયે ભાજપના ચાર અને કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર હતા. દિગુભા જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, બકુલસિંહ જાડેજા (દોમડા), તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી હરભમભાઈ કુગશીયા, પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્યો ભીખુભાઈ ડાંગર, ગોવિંદભાઈ પરમાર, સંજય પટેલ, શૈલેષ નંદાસીયા, જુવાનસિંહ ઝાલા (કારોલ), વિક્રમસિંહ જાડેજા (રાવકી), રાવકી સરપંચ બિન્દુભા જાડેજા વિગેરે ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા પ્રમુખ ડી.કે. સખિયા, મુકેશભાઈ તોગડીયા, પ્રવિણસિંહ જાડેજા (ઈટાળા), પૂર્વ પ્રમુખ અનિલસિંહ ડાભી, મુકેશભાઈ કમાણી સહિતના આગેવાનોએ પણ ભાજપના સંનિષ્ઠ, સક્રિય અને સર્વસંમત અગ્રણી દિગુભા જાડેજા (પાળ)ને ચેરમેન પદે નિયુકિત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં દિગુભા જાડેજાને અભિનંદન પાઠવતા બકુલસિંહ જાડેજા, પારડીના અગ્રણી ગોવિંદભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા નજરે પડે છે. બીજી તસ્વીરમાં લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજા (રાતૈયા) છે. અંતિમ તસ્વીરમાં ભાજપ અગ્રણી હરભમભાઈ કુંગશીયા (બાલસર) દિગુભા જાડેજાને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવી રહ્યા છે.

(3:45 pm IST)