Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ધારીના ભાડેરમાં યુવતિ ઉપર ર પરપ્રાંતીય શખ્સો દ્વારા દુષ્કર્મ

અમરેલી તા. ૧૬ : ધારી પંથકના ભાડેર ગામે ર૪ વર્ષની યુવતી ઉપર રામસીંગ તથા ખેમાભાઇ નામના એમપીના શખ્સોએ બળજબરી પુર્વક મકાનમાં લઇ જઇ ગરદન ઉપર છરી રાખી ધમકી આપી કપડા ફાડી નાખી એક બીજાએ વાર ફરતી બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની ફરીયાદ ધારી પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાકાની નજર સમક્ષ ભત્રીજા ઉપર ટ્રક ફેરવી દેતા મોત

ખાંભામાં રહેતા અને  દાઠીયાળીના વતની ભનુભાઇ ગોવાભાઇ સોલંકીના ભત્રીજા જઇ રહયા હતા ત્યારે તેના ઉપર ટ્રક નં. જીજેેરપ-યુ-૪૪પપના ચાલકે ટ્રક સાથે અથડાય તેનું મોત નિપજાવી નાસી ગયાની ફરીયાદ ખાંભા પોલીસમાં થવા પામી છે.

અમરેલીમાંથી હોન્ડા ચોરાયુ

અમરેલીમાં રહેતા ધવલ નરેશભાઇ જોગટીયા દ્વારા પાર્ક કરવામાં આવેલું હોન્ડા મોટર સાયકલ નં. જી.જે.૧૪. એ.એફ. ૭૭૬૪ કિ. રૂ.૩પ૦૦૦ પંચવટી પાર્ટી પ્લોટમાંથી કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

(1:07 pm IST)