Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વાંકાનેરના દેરાળા પાસે ૩૧ર બોટલ દારૂ સાથે હિરા બાવળીયા પકડાયો

મુખ્ય સુત્રધાર જુગા ધરજીયાની શોધખોળ : નવનિયુકત પીએસઆઇ આર.પી. જાડેજાનો સપાટો

વાંકાનેર, તા. ૧૬ : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે જ પીએસઆઇ આર.પી. જાડેજાની નિમણૂંક થતાં જ તેમણે આવતા વેંત જ ગુન્હાખોરી પર સપાટો બોલાવવાનું શરૂ કરી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટશેનના પીએસઆઇ આર.પી. જાડેજા તથા પીએસઆઇ બી.ડી. પરમાર નાઇટ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન પીસી બળદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે દેરાળા ગામ જવાના જુના રસ્તા પર ખાણ નજીક વોંકળામાં તપાસ કરતા ત્યાંથી ર૬ પેટીમાં ભરેલ ૩૧ર બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવેલ હતો. આ દારૂ હિરાભાઇ અમરશીભાઇ બાવળીયા (રહે. રાજસ્થળી)નો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીને પણ અટક કરેલ તેમજ મુખ્ય આરોપી જુગા ધીરૂ ધરજીયા (રહે. ગાંગીયાવદર)ની શોધખોળ આદરી હતી.

પોલીસે આ રેડ દરમિયાન ૩૧ર બોટલ ઇંગ્લીશ દારૂ કિંમત ૯૩,૬૦૦ તથા એક મોબાઇલ કિંમત પ૦૦૦ મળી કુલ ૯૮.૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(11:43 am IST)