Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભાદર -૨ ડેમના પાયા પાસેથી અને ડેમને નુકશાનકારક રીતે થતી ખનીજ ચોરી અટકાવોઃ લલિત વસોયા

ખનીજ માફિયાઓને બચાવવામાં આવતા હોવાનો ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્યનો આક્ષેપ

રાજકોટ તા. ૧૬: ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ જણાવ્યુ છે કે   વિધાનસભાનાસત્ર દરમિયાન    ૮૦૦ કરોડ ની ભાદર-૨ ડેમ યોજના પાયા માંથી રેતી ચોરી કરતા તત્વો દ્વારા રેતી કાઢવા મા આવે છે જેના કારણે ભાદર-૨ ડેમ અને ચેક ડેમો ને નુકશાન થાયછે આ સાબીત કરી દવ અને જો સાબિત ન કરી શકુ તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાની ચેલેન્જ કરી હતી ત્યારે સરકાર વતી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ મારો દાવો ખોટો છે રેતી ચોરી થતી નથી એવું કહ્યુ હતુ  અને ખનીજ માફિયા નો બચાવ કર્યો હતો ે મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી પુરાવાઓ સાથે આપ્યો છે .ર્ંમારા વિસ્તારના ખનીજ માફિયા ને મુખ્યમંત્રી તથા મંત્રી શ્રી ની કાર્યાલય માથી બચાવવામાં આવે છે...ર્ં

 કોઇ અધિકારી આ ખનીજ ચોરી અટકાવવા જવાની હીંમત કરતા નથી. ર્ંરેતી ચોરી ના કારણે ડેમ ની સલામતી માટે બનાવેલ કોઝવે તૂટી ગર્યોં આવો રીપોર્ટ  ડેમ સેફટી એન્ડ રીવ્યુ પેનલ દ્વાર ૨૭/૯/૨૦૧૯ ના રોજ રુબરુ મુલાકાત લઇ કરવામા આવ્યો ર્છેં .ડેમ એન્ડ રીવ્યુ પેનલ દ્વારા પોતાની હાજરી મા ડેમ ના પાયા માંથી રેતી ચોરી કરવામા આવતી હતી એવો રીપોર્ટ કર્યો છે.

ંજો તાત્કાલીક સરકાર દ્વારા રેતી ચોરી અટકાવવા મા નહી આવેતો ભાદર-૨ ડેમ ને નુકશાન થશે એવો પણ રીપોર્ટ મા ઉલ્લેખ થયો છે.

લલીતભાઇ વસોયાએ વધુમાં જણાવ્યુ છે કે  નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગે મદદનીશ ભુસ્તર શાસ્ત્રી, રાજકોટને તા.૧૪-૬-૨૦૧૭ના પત્રથી જણાવેલ છે કે ભાદર-૨ જળસંપતિ યોજનામા ૫૦૦ મી.ની અંદર થતું રેતી ખનન અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.હાલે ભાદર-૨ જળસંપતિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિન અધિકૃત ખનન કરવામાં આવી રહેલ છે. જે સત્વરે બંધ કરાવવા જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

ે સિંચાઈ યોજનાની નજીકમાં રેતી ખનન થવાથી યોજનાના વિવિધ ભાગોને નુકશાન થવાનો ભય રહે છે. હાલે ભાદર-૨ જળસંપતિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિન અધિકૃત ખનન કરવામાં આવી રહેલ છે.

 નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગે મદદનીશ ભુસ્તર શાસ્રી, રાજકોટને તા.૦૬-૪-૨૦૧૮ના પત્રથી જણાવેલ છે કે ભાદર-૨ જળસંપત્તિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિનઅધિકૃત ખનન કરવામાં આવી રહેલ છે.

નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગે મદદનીશ ભુસ્તર શાસ્ત્રી, રાજકોટને તા.૦૭-૪-૨૦૧૮ના પત્રથી જણાવેલ છે કે લીઝ હોલ્ડર દ્વારા હોડીઓ રાખીને રાઉન્ડ ધ કલોક રેતી કાઢવાના મશીનો દ્વારા ભાદર-૨ ડેમના સંગ્રહિત પાણીમાંથી રેતી કાઢવામાં આવે છે.

લલીતભાઇ વસોયાએ વધુમાં જણાવ્યુ છે કે રેતી ખનનના કારણે ધોરાજી ખાતેના ભાદર-ર ડેમમાં તથા ભાદર નદી ઉપર ધોરાજી અને ઉપલેટા તાલુકામાં વિભાગ દ્વારા બાંધવામાં આવેલ મોટા ચેકડેમોને થતા નુકશાનથી બચાવી શકાય.

નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના પેટા વિભાગે નાયબ કલેકટરશ્રી, ધોરાજીને તા. પ-૧૦-ર૦૧૯ના પત્રથી જણાવેલ છે કે હમણા ચોમાસા દરમ્યાન રાત્રે કોઝ-વે પર જ જેસીબી રાખીને રેતી ખનન થતુ હતુ એટલે સ્વાભાવીક છે કે રેતી ખનન કોઝ વેની આસપાસ થતું હતું. કોઝવે ના પાયામાંથી રેતી ઉપાડી લેતા કોઝવેનો પાયો ખુલ્લો પડી જવાથી ફલ્ડ પાસ દરમ્યાન નુકશાન થઇ ગયેલ હોઇ તેમ જણાય છે, જો આ રેતી ખનન આમ જ ચાલુ રહ્યું તો ભવિષ્યમાં ડેમને પણ નુકશાન થવાની શકયતા નકારી ન શકાય. તેમ જ ડેમ સેફટી એન્ડ રીવ્યુ પેનલની તા. ર૭-૯-ર૦૧૯ ના રોજ સ્થળ મુલાકાત દરમ્યાન તેમની હાજરીમાં રેતી ખનન થતું હોઇ તેમના દ્વારા પણ આ મુદો ઉઠાવેલ તેમજ ડેમ સેફટીની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ છે. આવનાર ભવિષ્યમાં ડેમને નુકશાન થવાની પુરી સંભાવના છે. ભાદર-ર માં પીલરની બાજુમાંથી રેતી ચોરી થાય છે. તે બાબતે ખાણ-ખનીજ વિભાગ અને નાયબ કલેકટરશ્રીને નિયમિત પગલા લેવા વિનંતી કરવામાં આવી છે તેના પુરાવાઓ ઉપરોકત દર્શાવેલ પત્રોની નકલ આ સાથે સામેલ છે. તેમ છતાં આજદિન સુધી ભાદર-ર ના પાયા પાસેથી થતી ખનીજ ચોરી અટકાવવામાં આવી નથી.

ભાદર-ર ના પાયા પાસેથી થતી ખનીજ ચોરીના કારણે ડેમ, ડેમના પીલરો કે ડેમનો ભાગ નબળો ન પડે, કોઇ અઘટિત ઘટના ન બને તે માટે તેમજ ભાદર-ર ને બચાવવા માટે તાત્કાલીક બિનઅધિકૃત રેતી ચોરી અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા ધોરાજી-ઉપલેટાનાં કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ માંગણી કરી છે.

(11:42 am IST)