Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોરબંદરઃ એન.ડી.પી.સીના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજુર

પોરબંદર,તા.૧૬:એન.ડી.પી.એસ.ના ગુન્હામાં મહીલા આરોપીની જામીન અરજી મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

હાલના કેસની હકિકત એવી છે કે, ગઈ તા.૦૪/૧૦/૨૦૧૯ ના રાજ આ કામના આરોપી ગૌરીબેન વા/ઓ દીનેશ મનજી સોલંકી રે.ધરમપુર વાળાના પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઝુપડામાંથી ગેરકાયદેસર રીતે ગાંજો વજન ૯૪૩ ગ્રામ કિંમત ર્રા.૫૬૫૮/- તથા મોબાઈલ ફોનની કિંમત રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૧૦૬૫૮/- ના મુદામાલ સાથે એસ.ઓ.જી. બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવેલ. અને આરોપી સામે એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી)-૨૦(બી), ર૯ મુજબનો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ. ત્યારબાદ આરોપીની અટક કરી નામ. કોર્ટમાં રજુ કરેલ અને નામ. કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ ત્યારબાદ આરોપીએ તેમના જોખીયા-એડવોકેટ દ્વારા સ્પેશીયલ કોર્ટમાં જામીન મુકત થવા જામીન અરજી કરેલ હતી.

જેથી એન.ડી.પી.એસ.ના કેસો ચલાવવા માટે નીમાયેલ સ્પેશીયલ કોર્ટના આર.આર.ભટ્ટ જજ સાહેબે શરતોને આધીન આરોપીની જામીન અરજી મંજુર કરેલ હતી. ઉપરોકત આ કામમાં જોખીયા-એડવોકેટ ઓફીસના સલીમ જોખીયા, સરફરાઝ જોખીયા, રમેશ ગોહેલ, અકબર સેલોત અને સાહીલ મલેક રોકાયેલા હતા.

(11:41 am IST)