Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સરધારમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા સંજય અને સતિષ પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રોકડ અને બે મોબાઇલ મળી રૂ. ર૦ હજાર કબ્જે

રાજકોટ, તા. ૧૬ : ભાવનગર રોડ પર સરધાર ગામમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા બે સખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાયાડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ તથા યોગીરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે અમીતભાઇ, હરદેવસિંહ તથા સોકતભાઇને મળેલી બાતમીના આધારે સરધાર ગામમાં સિંહમોઇ માતાજીના મંદિર પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા સંજય હરેશભાઇ રાણપરા (ઉ.વ.ર૦) (રહે. ગાયત્રીનગર ઢેબર કોલોની કવાટર નં.૧૯પ) તથા સતીષ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.ર૭) (રહે. સરધાર ગામ ભાડલા રોડ પર) ને પકડી લઇ બે મોબાઇલ તથા રોકડ મળી રૂ.૧૮૧૪૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)