Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગોંડલમાં 'મારા વિશે કેમ વાતો કરો છો' કહી રમેશને આકાશે છરી ઝીંકી દીધી

રાજકોટ, તા. ૧૬ : ગોંડલના સરકારી દવાખાના પાસે 'મારા વિશે કેમ વાતો કરો છો' કહી દેવીપૂજક યુવાનને શખ્સે છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ભુણાવા પાટીયા પાસે કવાર્ટરમાં રહેતો રીક્ષા ચાલક રમેશ ભીમાભાઇ સોલંકી (ઉ.વ.ર૮) પરમ દિવસે ગોંડલ સરકારી દવાખાના સામે મિત્ર સાથે વાત કરતો હતો, ત્યારે સરકારી દવાખાના સામે નદીના ખાડામાં રહેતો આકાશ લાભુ સોલંકીએ આવી  'મારા વિશે વાતો કરો છો' તેવી શંકા ઝડઘો કરી રમેશને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે રમેશની ફરીયાદ પરથી આકાશ સોલંકી વિરૂદ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. વી.ડી. ગઢાદરાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)