Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કોટડાસાંગાણીના પાંચ તલાવડા ગામે સેવાસેતુનો કાર્યક્રમ સંપન્ન

 કોટડાસાંગાણી સરકારશ્રીના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના પાંચ તલાવડા ગામની સરકારી સ્કુલમા સરકાર શ્રીની વિવિધ બાવન જેટલી યોજનાનો લાભ લોકોને પોતાના ઘર આંગણે મળ્યો હતો જેમા તાલુકાના મામલતદાર ટીડીઓ સહીતના સરકારી અધીકારીઓ ઉપસ્થિત રહિને અરજદારોના પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરવામા આવ્યો હતો જેમા લોકોએ આધાર કાર્ડ. મા અમૃતમ કાર્ડ. જાતીના દાખલા. વિજ પ્રશ્નો. રેશન કાર્ડની કામગીરી. તેમજ પશુ ચીકિત્સક અને રસીકરણ. આરોગ્ય ચકાસણી. સાત બાર આઠ પ્રમાણપત્ર. વનીકરણ માટેના વૃક્ષો મેળવવા સહીતની યોજનાનો લાભ લીધો હતો સેવા સેતુના કાર્યક્રમમા કરમાળ પીપળીયા વાદિપરા નવા જુના રાજપીપળા પાંચ તલાવડા નાના મોટા માંડવા ગામના અરજદારોએ લાભ લીધો હતો. ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ પ્રાંત અધિકારી જગોરા ટી ડી ઓ ગોહીલ  મામલતદાર પારખીયા સાહેબ તાલુકા પંચાયત વિપક્ષના નેતા પ્રતીપાલસિંહ જાડેજા મહામંત્રી અમીતભાઈ પડારીયા સહદેવસિંહ જાડેજા તેમજ ઘનશ્યામભાઈ મકવાણા તથા સરપંચો મયુરધ્વજસિંહ જાડેજા ખીમભાઈ લોખીલ લાલજીભાઈ મકવાણા સરપંચ વિક્રમભાઈ સોનારા સહીતનાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(૨૩.૨)

 

(3:38 pm IST)