Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કચ્છમાં હવે બિમાર પશુ - પક્ષીઓ માટે કરૂણા એમ્બ્યુલન્સની સુવિધા

ભુજ તા. ૧૬ : જે રીતે બિમાર અને અકસ્માતગ્રસ્ત લોકો માટે રાજયસરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. એ જ રીતે હવે બિમાર અને અકસ્માતનો ભોગ બનતા પશુ પક્ષીઓ માટે રાજય સરકાર દ્વારા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ છે. આજ થી ભુજ શહેર માટે પશુ પક્ષીઓ માટેની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા દ્વારા કાર્યરત કરાઈ છે.

આ પ્રસંગે ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કે. જી. બ્રહ્મક્ષત્રિય ના જણાવ્યા પ્રમાણે બિમાર કે અકસ્માતગ્રસ્ત પશુ પક્ષીઓ માટે ઇમરજન્સી મોબાઈલ નંબરઙ્ગ ૧૯૬૨ પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ મદદે પહોંચી આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ અકિલા સાથે કરેલી વાતચીત મુજબ ભુજ શહેર અને આજુબાજુના ૨૫ કિલોમીટર ના વિસ્તાર માં કરુણા એમ્બ્યુલન્સ ની સેવા કાર્યરત રહેશે. આ સેવા સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. આઙ્ગ ૧૯૬૨ મોબાઈલ નંબર ટોલ ફ્રી છે.(૨૧.૧૦)

(11:59 am IST)