Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વિવિધ અણઉકેલ પ્રશ્નો મુદ્દે લાલપુર તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા આવેદન

લાલપુર, તા. ૧૬ :. ૭૭ ગામના સરપંચ દ્વારા લાલપુર તાલુકાના ગામોના પ્રશ્નો નિકાલ કરવા એક લાલપુર પ્રાંત કચેરીને આવેદનપત્ર આપેલ હતું. મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે ગામ નમૂના-૧૨માં પાણીપત્રકની નોંધ સીઝન પ્રમાણે મળે તેમજ વાવેતર કયા મુજબ નોંધ કરવાની હોય પણ છેલ્લા ૩ વર્ષ થયા શિયાળુ પાણીપત્રકની નોંધ કરવામાં આવેલ નથી તેમજ ૭/૧૨માં માહિતી નથી તેવુ શેરો લખાયેલ આવે છે. છેલ્લા ૩ વર્ષમાં શિયાળુ-ઉનાળુ વાવેતર થયા હોવા છતાં નમૂના ૧૨માં નોંધ આવેલ નથી. આ કામે જવાબદાર કર્મચારી ઉપર પગલા લેવામાં આવે અથવા નમૂના નંબર ૧૨ પાણીપત્રક નોંધણી કરવા માંગણી કરેલ છે.

ચોમાસુ નિષ્ફળ ગયેલ છે. સીઝનમાં માત્ર એક વરસાદ થયેલ હોય આખા તાલુકામાં ૫ થી ૬ ઈંચ વરસાદ થયેલ હોય આ સીઝનમાં પાક વરસાદના કારણે નિષ્ફળ ગયેલ છે તો લાલપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી છે.

તેમજ ચાલુ વર્ષ વરસાદ ન થતા પીવાના પાણીની તંગી થયેલ છે તો તાત્કાલીક ગામોનો સર્વે કરી પીવાના પાણી ગ્રામજનો તથા ઢોર માટે ઘાસ તથા પાણીની વ્યવસ્થા કરવા માંગણી છે.

ચાલુ વર્ષે પાણીપત્રકની નોંધ કરવા મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીને કામગીરી કરવા પ્રાથમિક જવાબદારી છે. પાક નિષ્ફળ જવાનો હોય ખેડૂતોએ વરસાદ ન થવાથી પાક ઉપાડવાનું શરૂ કરેલ હોય જેથી વાવેતરની નોંધણી પ્રશ્નો થાય એમ છે તે અસરથી રેવન્યુ તલાટી મારફતે સીઝનનું પાણીપત્રકની નોંધણી કરવા માંગણી છે.

તેમજ લાલપુર તાલુકાના રેવન્યુ તલાટી મામલતદારમાં તલાટી ફરજ બજાવે છે તો તલાટીઓને વિવિધ ગામોમાં આજે સોંપવા માંગણી છે કારણ કે મોટાભાગના તલાટીઓ મોટા ભાગનો સમય મામલતદાર કચેરીમાં પસાર કરે છે. રેવન્યુ તલાટી પોતાને ગામે નિયમીત ફરજ બજાવતા નથી. તેથી આખા તાલુકાના ખેડૂતોને તાલુકા કક્ષાએ વારંવાર ધક્કા ખાવા પડે છે. જેથી ખેડૂતોનો ખોટો સમય તથા પૈસાનો ખર્ચ થાય છે. આ મુદ્દે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.(૨-૩)

(11:51 am IST)