Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કાલાવાડ પાસે વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો : ઉંડી શોધખોળ

અધિકારીઓ દ્વારા સિંહના કુદરતી મોતનું અનુમાન :ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ સિંહને અગ્નિદાહ અપાયો

અમદાવાદ, તા.૧૪ : જુનાગઢ જિલ્લાના ગીર પંથકની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોના મૃત્યુની તપાસ ચાલુ છે ત્યાં વિસાવદર તાલુકાના કાલાવડ ગામની સીમમાં આજે ત્રણેક વર્ષના સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગ પણ દોડતું થઇ ગયું હતું. વનવિભાગ દ્વારા મૃતક સિંહનું વેટરનરી ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. જો કે, હાલ કુદરતી મોત થયાનું વનવિભાગના અધિકારીઓ માની રહ્યા છે. તો બીજીબાજુ, વન્ય અને પ્રકૃતિ પ્રેમીઓ સિંહોના મોતને લઇ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. સિંહના મોત વિશે વન વિભાગ બેદરકાર હોય તેમ તેને મૃતક સિંહનું સાથી ગ્રુપ ક્યા વિસ્તારમાં છે તે અંગેની કોઈ દરકાર લેવામાં આવી જ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક સિંહ પહેલા બિમારી કારણે કણસ્યો હશે, પરંતુ વન વિભાગના લોકેશનમાં નહીં આવતા બિમાર સિંહને અંતે મોતને ભેટવું પડયું હોવાનું મનાઇ રહ્યું છે. ત્રણ દિવસ બાદ બાજુના વાડી માલિકને દુર્ગંધ આવતા કંઈક દુર્ઘટનાની શંકાએ તપાસ કરતા સિંહનો મૃતદેહ પડયો હતો. જેથી તેણે તુરંત જ વનવિભાગને આ અંગેની જાણ કરી હતી. બાદમાં વન વિભાગનો સ્થાનિક સ્ટાફ તથા એસીએફ, ડીસીએફ સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાસણ સ્થિત વેટરનરી ડોક્ટરને બોલાવી તેનું પીએમ કરાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે ગીર પશ્ચિમના ડીસીએફે જણાવ્યું હતું કે, સિંહનું મોત કુદરતી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ બેથી ત્રણ વર્ષના સિંહનું મોત કુદરતી હોઈ શકે તેવા સવાલો લોકોમાં ઉઠી રહયા છે. જો કે મોત અંગેનું ચોક્કસ કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

બીજીબાજુ, ગીરમાં ૨૩ સિંહોના મોતને લઇ પોતાની ઈમેજ ખરડી ચુકેલું વન વિભાગ અગાઉ પણ સિંહોના મોતમાં ગલ્લા તલ્લા કરી ચુક્યું હોવાથી આ મૃત્યુના અપાયેલા કારણ પણ પણ સ્થાનિકોને સહજતાથી વિશ્વાસ બેસતો નથી. સિંહોના થઈ રહેલા મૃત્યુને પગલે સિંહ પ્રેમીઓ વન વિભાગ સામે આંગળી ચિંધી રહ્યા છે અને સિંહોની યોગ્ય દરકાર લેવાય તેવી જરૂરી બાબત પર વારંવાર ભાર પુર્વક માગ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ સિંહો અંગેની સુઓમોટો રિટમાં હાઇકોર્ટ શું નિર્દેશો જારી કરે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

(8:05 pm IST)
  • મુંબઇમાં સખ્ત ગરમી-ઉકળાટ : ૨૧-૨૨ ઓકટોબરે છુટાછવાયા ગાજવીજ વરસાદી ઝાપટા પડશેઃ હાલ તુર્ત સુકુ અને ગરમ વાતાવરણ ચાલુ રહેશે તેમ સ્કાયમેટ કહે છે. મુંબઇમાં સાંતાકુઝ ખાતે ગઇકાલે ૩૭.૫ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન નોંધાયું હતુઃ ભારે ગરમી-બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ છેઃ છેલ્લા ૧૦ વર્ષોમાં બીજી વખત આવુ ઉંચુ ઉષ્ણાતામાન ઓકટોબરમાં જોવા મળ્યું છે. access_time 3:37 pm IST

  • અમદાવાદમાં અપોલો હોસ્પિટલના ગાર્ડનમાંથી 5 દિવસની નવજાત બાળકી મળી: બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. access_time 1:15 am IST

  • ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને વહીવટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરે યોજાશે હેરિટેજ વોક:દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નથુ ધોબણની ધર્મશાળાથી સવારે 7 કલાકે હેરિટેજ વોકનો થશે પ્રારંભ:ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડાયો: 7 કી.મી.ના રૂટમાં આવતા ઐતિહાસિક સ્થળનો કરાયો સમાવેશ access_time 1:13 am IST