Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લોધીકા તાલુકાના પ્રવાસે જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૬ : લોધિકા તાલુકાના અછત ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તેમજ   જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક મુકેશભાઈ તોગડિયા તાલુકા ભાજપ  પ્રમુખ મુકેશભાઇ કમાણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી રા.લો.સંધના ચેરમેન કોઠાપીપળિયા સરપંચ સંજયભાઈ અમરેલીયા લોધીકા દુધ ઉત્પાદન મંડળીના પ્રમુખ દિલીપભાઈ મારકણા  લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા તેમજ લોધીકા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહેલ અને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરને તાલુકામા અતિભારે વરસાદના કારણે થયેલ નુકસાનીની રજૂઆત કરેલ જેમાં ખેડૂતોને ઉભા  પાકને નુકસાન જાનમાલની મિલકત અનાજ પશુ વિગેરે નુકસાની વિશે રજૂઆત કરેલ તેમજ તાલુકા અધિકારી તરીકે લોધીકા મામલતદાર કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા ઉપસ્થિત રહેલ અને  તેમની પાસેથી  પ્રમુખએ તાલુકામાં ભારે વરસાદ ના કારણે થયેલ નુકસાની વિષે માહિતી મેળવી હતી.

(11:57 am IST)