Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બાબરાના તલાટી મંત્રીએ બે નંબરમા નોંધ પાડવાના પચીસ હજાર રૂપિયા માગ્યા

ખેડૂત પ્રવિણભાઇ ધોળકીયા દ્વારા કલેકટરને ફરીયાદ

બાબરા, તા.૧૬: બાબરા  શહેર અને તાલુકા મા ભુ માફીયાઓ ના પાગીયા બની ને કામ કરતા બાબરા મામલતદાર કચેરી ના અધીકારીઓ નિર્દોષ લોકો ભારે હાલાકી ભોગવી પડે છે કાયદેસર કામ ના પણ પૈસા આપવા પડે છે બાબરા ના તલાડી મંત્રી ગોહીલે બાબરા ના અમરાપર ના પ્રવિણભાઇ લાલજીભાઈ ધોળકીયા પાસેથી ગામના નમુના  મા બે નંબર મા  ચડાવામા માટે પંચીસ હજાર રૂપિયા ની માંગણી કરતા અરજદારે સોગંદનામુ કરી જીલ્લા કલેકટર કચેરી ખાતે લેખીત ફરીયાદ કરી છે.

બાબરા તાલુકા ના ગળકોટડી ગામે આવેલ સરકારી ખરાબ ની જમીન પર બાબરા ના ભુ માફીયા દ્વારા ગામ ની તળાવ ની જમીન પર દબાણ કરી પોતાની જમીન સાથે ભેળવી દય કરોડો રૂપિયા જમીન પચાવી પાડી છે એમા પણ મોટા પાયે પૈસા ની લેતી દેતી કરવામાં આવી  છે પોતાની જ્ઞાતિ અધિકારીની મહેરબાનીથી ગળકોટડી ગામના જાગ્રુત સરપંચ સરપંચ વાસુરભાઇ ચોહાણ દ્વારા અનેક વાર લેખીત મોખીત અને જીલ્લા કલેકટર સુધી રજુઆત કરી છે.

(1:44 pm IST)