Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દેવભુમિ જિલ્લામાં ટ્રાફીકના નવા નિયમોની અમલવારી

ખંભાળીયા તા.૧૬ : સમગ્ર રાજયમાં આજથી ટ્રાફીકના નવા નિયમોનો અમલ શરૂ થતા દેવભૂમિ જિલ્લામાં પણ આ નિયમ આજથી અમલી કરવા માટે જિલ્લા તંત્રએ કમર કસી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા શ્રી રોહનકુમાર આનંદ દ્વારા અગાઉથીજ તમામ થાણા અધિકારીઓને સુચનાઓ આપી દીધી હોય દરેક પોલીસ મથકના અધિકારીઓએ આજે સવારથીજ આ માટે ખાસ ટુકડીઓ બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત જિલ્લા ટ્રાફીક પી.આઇ.ડી.બી. ગોહિલ દ્વારા આ સંદર્ભે જાણકારી માટે મીટીંગ યોજી હતી તથા ટ્રાફીકના જવાનો તથા જમાદારો સાથે સમગ્ર જિલ્લામાં તથા ખંભાળીયામા પણ રેલવે સ્ટેશન, ચારરસ્તા, નગર ગેઇટ જેવા સ્થળોએ ખાસ પોઇંટ બનાવીને ચેકીંગ તથા અમલવારી માટે આયોજન હાથ ધર્યુ છે.

જો કે આ હજુ શરૂઆત હોય નિયમોનો જડ અને ચુસ્ત અમલ ક્રમશઃ થતો જશે તેમ પોલીસ વર્તુળોમાંથી જાણવા મળે છ.ે

(1:26 pm IST)