Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કચ્છના મોટા યક્ષના મેળામાં મોદી-૨ સરકારનું ૧૦૦ ડેઝ પેવેલિયન અને સેલ્ફી પોઇન્ટ આકર્ષણરૂપ

નરેન્દ્રભાઈના વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસ દરમ્યાનની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકમેળાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો નવતર અભિગમ

ભુજ, તા.૧૬:  મીની તરણેતર સમાન કચ્છના મોટા યક્ષના મેળામાં મોદી-૨ સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપતું ૧૦૦ ડેઝ પેવેલિયન અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવાનો સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર છે.ઙ્ગ પ્રથમ જ વાર કચ્છના મોટા યક્ષના મેળામાં આ વખતે મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન ધરાવતા મેગા પેવેલિયન અને મોદી સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. મોટા યક્ષના મેળાની બરાબર મધ્યમાં ઉભા કરાયેલા આ પેવેલયનની થીમ વિશે માહિતી આપતા આ આયોજન કરનાર સરકારી કચેરી પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા કહે છે કે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અમે એ પ્રયાસ કર્યો છે કે, લોકમેળાઓના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી કામગીરી સાથે લોકો જોડાય અને તે વિશે જાણકારી મેળવે. સૌરાષ્ટ્રના ભાવનગરના કોળિયાક, સુરેન્દ્રનગરના તરણેતર પછી કચ્છમાં મોટા યક્ષના મેળામાં અમે આ મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલિયન ઉભું કર્યું છે. ત્રણ દિવસ ચાલનારા મોટા યક્ષના મેળામાં આવનાર કચ્છી માડુઓ મોદી-૨ સરકારની ૧૦૦ ડેઝ (૧૦૦ દિવસ) ની કામગીરીથી વાકેફ થઈને અત્યારે અમલી પ્રજાલક્ષી ૩૩ જેટલી યોજનાઓ (જેવી કે, આયુષ્યમાન ભારત, બેટી બચાઓ, બેટી પઢાઓ, જળ સંરક્ષણ, વૃક્ષ વાવેતર) વિશે વધુ જાણકારી મેળવી આ યોજનાના અમલીકરણનો લાભ મેળવે, જરૂર પડ્યે બીજાને પણ સહભાગી બનાવે. આ વિશે વધુ જાણકારી આપતાં રિજનલ આઉટ રિચ બ્યુરો ગુજરાતના ડેપ્યુટી ડાયરેકટર નવલસંગ પરમાર કહે છે કે, આઉટ રિચ પ્રોગ્રામ અંતર્ગત આ યોજનાઓ વિશે ગ્રામીણ લોકો જાણકારી મેળવે તે માટે આ પેવેલિયનમાં એલઇડી સ્ક્રીન ઉપર ડિજિટલ ડોકયુમેન્ટરી ફિલ્મ, સ્ટેજ ડ્રામા, ગીત સંગીતના મનોરંજક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. તો, જ્ઞાન સાથે ગમ્મત આપતી બાળકો માટે કવીઝ કોમ્પિટિશન પણ છે. મહાત્મા ગાંધી ઉપર ડોકટરેટ કરનાર સનદી સેવાના આઇઆરએસ અધિકારી અને દૂરદર્શન અમદાવાદ, દિલ્હી ઉપરાંત ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલે પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા કહે છે કે, મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ શતાબ્દી ને ધ્યાને લઈને આ પેવેલિયનમાં મહાત્મા ગાંધી વિશેની માહિતી તેમના જીવન સંદેશ વિશેની જાણકારી પણ કચ્છના આ મેળામાં મળશે.ઙ્ગ

મોટા યક્ષના મેળામાં આ પેવેલિયનને રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ડો. ધીરજ કાકડીયાએ ખુલ્લું મૂકયું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના એડી. ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયાએ પેવેલિયન વિશે માહિતી આપી હતી. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે કે,મેળાઓ લોકસેવાનું માધ્યમ બની શકે છે. મોટા યક્ષના લોકમેળામાં ઉભા કરાયેલ આ મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલિયનની મુલાકાત લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. ગરીબ કલ્યાણ મેળાઓ, દિવ્યાંગ મેળાઓના સફળ અમલીકરણ પછી આ યોજનાઓની જાણકારીનો મેળો પણ લોકોને ઉપયોગી થશે. સાંસદ શ્રી ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન પછી હવે શરૂ થનાર પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશમાં જોડાવવા લોકોને હાકલ કરી હતી. રાજયમંત્રી વાસણભાઇ આહીરે રાજકીય કાર્યકરો અને આગેવાનોને કર્મયોગી તરીકે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ વિશેની જાણકારી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ઉદ્દદ્યાટન કાર્યક્રમ પછી આ આઉટ રિચ એકિઝબિશન ને નિહાળ્યા બાદ રાજયમંત્રી વાસણભાઇ આહીર અને સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેલ્ફી પોઇન્ટની મુલાકાત લઈ સેલ્ફી લીધી હતી. આ પેવેલિયનના ઉદ્દદ્યાટન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, નખત્રાણાના પ્રાંત અધિકારી શ્રી રાઠોડ, મોટા યક્ષ મેળા સમિતિના પ્રમુખ ધીરજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસના ચાલનારા મેગા એકિઝબિશનને સફળ બનાવવા ડો. ધીરજ કાકડીયા સાથે તેમની ટીમના નવલસંગ પરમાર, દેવેન્દ્ર ત્રિવેદી, કે.આર. મહેશ્વરી, જિતેન્દ્ર યાદવ સતત પ્રયત્નશીલ છે.

(10:27 am IST)