Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

દેસાઇની પેનલે દિગ્ગજોને હંફાવ્યાઃ સાંસદ રમેશભાઇ ઘડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા , બેન્કના માજી ચેરમેન , ૨ સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલનો વિજય : પ્રતિસ્પર્ધી પેનલનાં બેન્કના પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ, ઓમદેવસિંહ જાડેજા વિજેતા

ગોંડલ : ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ઉપરની તસ્વીરોમાં વિજેતા ઉમેદવારો, મતદાન કરતા સભાસદો, ચુસ્ત બંદોબસ્ત તથા મતગણતરી થતી નજરે પડે છે. (તસ્વીર :  અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, ભાવેશ ભોજાણી, હરેશ ગણોદીયા -ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય- હરેશ ગણોદીયા દ્વારા)ગોંડલ તા.૧૬:પ્રતિષ્ઠાનાં જંગ સમી બનેલી ગોંડલ નાગરીક સહકારી બેન્કની ચુંટણીનાં પરીણામ જાહેર થતાં ભાજપ પ્રેરીત પેનલનાં આઠ ઉમેદવારોનો વિજય થવાં પામ્યો છે.સાંસદ રમેશભાઈ ધડુક,પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,બેન્કનાં માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલનો વિજય થવાં પામ્યો છે.જયારે પ્રતિસ્પર્ધી પેનલમાં બેન્ક નાં પૂવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમનાં સાથીદાર ઓમદેવસિંહ જાડેજા વિજયી બન્યાં છે.અલબત તેમની પેનલનાં અન્ય ઉમેદવારો પરાજિત થયાં છે.

ડેલીગેટ પ્રથા નાબુદ થયાં બાદ દશ વર્ષનાં લાંબા સમય બાદ યોજાયેલ નાગરીક સહકારી બેન્કની ચુંટણી ભારે ઉતેજનાત્મક બની હતી.સાંજે સાત કલાકે મતગણતરી હાથ ધરાતાં શરુઆતથી જ બન્ને પેનલો વચ્ચે રસાકસી સર્જાવા પામી હતી.

પાતળી સરસાઇ સાથે ભાજપ પ્રેરીત પેનલનાં ઉમેદવારો આગળ રહ્યાં હતાં તેમ છતાં ગણતરીનાં અંતમાં બે ઉમેદવારો પરાજિત થયાં હતાં.બીજી બાજુ આકરી ફાઇટ આપીને યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજાએ પ્રતિષ્ઠાજનક વિજય પ્રાપ્ત કર્યો હતો.

સાંસદ રમેશભાઈ ધડુક ૨૩૩ તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ૧૪૯ મત ની ઠીક કહીં શકાય તેવી લીડ થી વિજય બન્યાં છે.જયારે જેમને કેન્દ્ર માં રાખી ચુંટણી લડાઇ તેવાં ભાજપ નાં જીલ્લા કક્ષા નાં ધુરંધર આગેવાન જયંતિભાઇ ઢોલ માત્ર ૯૯ મત ની પાતળી સરસાઇ સાથે વિજયી બન્યાં છે.

દશ વષઁનાં અરશા બાદ નાગરીક સહકારી બેન્ક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.ફરી બેન્ક નું સુકાન જયંતિભાઇ ઢોલ સંભાળે તેવાં સંજોગો સર્જાયા છે.

મતગણતરી છેક વહેલી સવાર સુધી ચાલી હતી.બન્ને જુથનાં કાર્યકરો માટે ઉતેજના સભર રાત્રી બનવાં પામી હતી.

નાગરિક બેન્ક ની ચુંટણીમાં જયંતિભાઇ ઢોલ તથાં સામાં પક્ષે યતિશભાઇ દેસાઇ માટે અસ્તિત્વનો સવાલ હતો.અલબત બન્ને આગેવાનોએ જંગ જીતી લઇ અસ્તિત્વ જાળવી રાખવામાં સફળ બન્યાં છે.

ભાજપ પ્રેરીત પેનલ નાં ઉમેદવારો રમેશભાઈ ધડુકને ૪૩૬૦,જયરાજસિંહ જાડેજા ૪૨૭૬,જયંતિભાઇ ઢોલ ૪૨૨૬,ડો.પ્રમોદભાઇ પટેલ ૪૧૭૫,કુરજી ભાઇ વિરડીયા ૪૧૨૭,પ્રહલાદભાઇ પારેખ ૪૦૯૯,શારદાબેન ઢોલ ૪૦૮૦ તથાં દુર્ગાબેન જોશી ૪૦૨૭ મત મળ્યા છે.આ પેનલનાં કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ ભાલોડી નો પરાજય થયો છે.

સામાં પક્ષે યતિશભાઇ દેસાઇ ને ૪૧૨૭ તથાં ઓમદેવસિંહ જાડેજા ને ૪૦૧૩ મત મળ્યા છે.જયારે તેમની પેનલ નાં પંકજભાઇ રાયચુરા, પંકજભાઇ આસોદરીયા, વલ્લભભાઈ કનેરીયા,ધીરજલાલ ખાતરા,ગૌરાંગભાઇ મહેતા,હનીભાઇ સચદે,બિનાબેન રૈયાણી, તથાં જયશ્રીબેન ભટ્ટી નો પરાજય થયો છે.

કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલ ચુંટણી તથાં મતગણતરી વેળા કોઇ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે પી.આઇ.રામાનુજ,પી.એસ.આઇ ઝાલા સહીત પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો.

ગોંડલ નાગરીક બેંકના ગઇ કાલે યોજાયેલ ચુંટણીમાં ૬૨૯૦૫ સભાસદોમાંથી ૯૨૯૨ સભાસદોએ મતદાન કયુંર્ હતુ ઘુરંઘુર ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ સભાસદોને મતદાન કરાવ્યું હતું સાંજના ૫ વાગ્યા સુધી મતદાન ૧૮.૩૦ ટકા જેવું થયું હતું. બાદમાં મતગણતરીનો પ્રારંભ થયો હતો જે વહેલી સવારે રીર્ઝટ જાહેર કરતાક  ઢોલ જુથના ૮ અને દેસાઇ જુથના ૨ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા જ્યારે એક અનામત બેઠક પ્રથમથી ૪ બિન હરીફ થઇ હતી.       

ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલમાં કોને કેટલા મત મળ્યા?

ગોંડલ તા. ૧૬ :.. ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા તે નીચે મુજબ છે.

ભાજપ પ્રેરિત પેનલ...

કોંગ્રેસ પ્રેરિત પેનલ...

૧, સાંસદ રમેશભાઇ ધડુક

૪૩૬૦

૧, પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ

૪૧ર૭

ર, જેન્તીભાઇ ઢોલ

૪રર

ર, ઓમદેવસિંહ જાડેજા

૪૦૧૩

૩, જયરાજસિંહ જાડેજા

૪ર૭૬

૩, ધીરજલાલ ખાતરા

૩૭૦૩

૪, ડો. પ્રમોદભાઇ પટેલ

૪૧૭પ

૪, ગૌરાંગભાઇ મહેતા

૩૬૩૩

પ,  કુરજીભાઇ વીરડીયા

૪૧ર૭

પ, હનીભાઇ સચદે

૩પ૯૦

૬, પ્રહલાદભાઇ પારેખ

૪૦૯૯

૬, પંકજભાઇ રાયચુરા

૩૭૬૭

૭, કિશોરભાઇ મહેતા

૩૯૪૪

૭, પંકજભાઇ આસોદરીયા

૩૭પ૭

૮, સુરેશભાઇ ભાલોડી

૩૯૦૮

૮, વલ્લભભાઇ કનેરીયા

૩૭ર૪

૯, શારદાબેન ઢોલ

૪૦૮૦

૯, બીનાબેન રૈયાણી

૩૯૧૩

૧૦, દુર્ગાબેન જોષી

૪૦ર૭

૧૦, જયશ્રીબેન ભટ્ટી

૩૬પ૮

ગોંડલ નાગરીક સહકારી બેન્કની ૧૯૫૭માં સ્થાપના થઇ  હતીઃ અટલજીએ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કયુંર્ હતુ

ગોંડલ તા.૧૬:ગોંડલ નાગરીક સહકારી બેન્કની યોજાયેલ ચુંટણીમા પચાસ હજાર પાંચસો સભાસદો પૈકી નવ હજાર ત્રણસો નું મતદાન થતાં એકંદરે ૧૮.૬૦ % જેવું મતદાન થવાં પામ્યું હતું.ધુરંધર ઉમેદવારો સાથે પેનલો ચુંટણી લડતી હોય બન્ને પક્ષે એડીચોટીનું જોર લગાવવાં છતાં મતદાન નિરશ રહેવાં પામ્યું હતું.

માત્ર ગોંડલ પંથકમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં નામનાં ધરાવતી રાજકોટ,જશદણ,શાપર વેરાવળ સહીત આઠ જેટલી શાખા ધરાવતી ગોંડલ નાગરીક સહકારી બેન્ક ની દશ વષઁ બાદ ચુંટણી યોજાઇ હતી.આ પહેલાં ડેલીગેટ પ્રથા લાગું હતી.

૨૫૭ કરોડ ની ડીપોઝીટ તથાં ૨૬ કરોડ નું રિઝવઁ ફંડ ધરાવતી નાગરીક સહકારી બેન્ક ની સ્થાપનાઙ્ગ સને.૧૯૫૭ માં થવાં પામી હતી.સ્વ.મહેશભાઈ પારેખ લાંબા સમય દરમ્યાન ચેરમેન રહ્યાં હતાં.બાદ માં જયંતિભાઇ ઢોલ દશ વર્ષ,સ્વ.ગોવિંદભાઇ દેશાઇ ચાર વષઁ,તેમનાં પુત્ર યતિશભાઇ દેસાઇ નવ વષઁ ચેરમેન રહ્યાં હતાં.

આજે યોજાયેલ ચુંટણી માં દેરડી,જશદણ,રાજકોટ સહીત નાં સભાસદો એ ઉમળકા ભેર મતદાન કર્યુ હતું.મતદાન સવારે નવ કલાકે શરું થયું હતું.બપોર નાં એક વાગ્યાં સુધીમાં ૫૫૦૦ મત પડયાં હતાં.ચુંટણી માં પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક,પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલ,પુવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ,ઓમદેવસિંહ જાડેજા ઉમેદવાર હોય રસાકસી સર્જાવા પામી હતી.મતદાન દરમ્યાન ધારાસભા ની ચુંટણી જેવો માહોલ સર્જાયો હતો.

૧૯-૧૦-૧૯૮૪માં નવા બિલ્ડીંગનું પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બજપેયીએ લોકાર્પણ કર્યું હતુ.

ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણી ૧૦ વર્ષ બાદ  યોજાઇઃ ધારાસભ્ય કે પાલિકાની ચૂંટણી જેવો માહોલ

 ગોંડલ તા. ૧૬ :.. ગોંડલ નાગરીક સહકારી બેંકની ચૂંટણી ૧૦ વર્ષ બાદ યોજાઇ હતી. ત્યારે નાગરીક બેંક હાથવગી કરવા માટે ભાજપ પ્રેરિત પેનલનાં સાંસદ રમેશભાઇ ધડુક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સહકારી આગેવાન અને બેંકના માજી ચેરમેન જેન્તીભાઇ ઢોલ સામે બેંકના પૂર્વ ચેરમેન યતીશભાઇ દેસાઇ નગરપાલીકા વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાની પેનલ ચૂંટણી લડતી હોય ધારાસભા કે પાલીકાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો હતો.

ધુરંધર ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બનેલ ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડથી જ લગોલગ ચાલતા એ.સી. હોલમાં ગરમાવો આવવાની સાથે જયંતીભાઇ ઢોલ જુથના ૮ ઉમેદવાર પૈકીના સાંસદ રમેશભાઇ ધડુકને ૪૩૬૦ મત, જયરાજસિંહ જાડેજાને ૪ર૭૬, જેન્તીભાઇ ઢોલને ૪રર૬, ડો. પ્રમોદભાઇ પટેલને ૪૧૭પ, કુરજીભાઇ વીરડીયાને ૪૧ર૭, પ્રહલાદભાઇ પારેખને ૪૦૯૯, જયારે મહીલા ઉમેદવાર શારદાબેન ઢોલને ૪૦૮૦ દુર્ગાબેન જોષીને ૪૦ર૭ મત મળતા વિજેતા જાહેર થયા હતાં. સામે કોંગ્રેસ પ્રેરિત પેનલના પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇને ૪૧ર૭ અને નગરપાલીકા વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાને ૪૦૧૩ મત મળતા વિજેતા થયા હતા. જયારે ભાજપ પ્રેરિત પેનલને અનામત બેઠકના ઉમેદવાર ઉભા ન રાખતા પ્રથમ થી જ આ બેઠક બિનહરીફ થવા પામી હતી. આમ ગોંડલના રાજકારણમાં હાઇ પ્રોફાઇલ ગણાતી. નાગરીક બેંક ભાજપ પ્રેરિત પેનલ ઢોલ જુથએ  હાથવગી કરી હતી.

(11:45 am IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST

  • અખિલેશ યાદવના કાર્યક્રમમાં ભારે ભાગદોડ સર્જાતા સપાના અનેક કાર્યકર્તા ઘાયલ થયા: યુ.પી.ના પીલીભીત ખાતે પીડબલ્યુના ગેસ્ટ હાઉસમાં અખિલેશ યાદવને મળવા સમાજવાદી પક્ષના કાર્યકરોની ભીડ ઉમટી પડીઃ ગેસ્ટ હાઉસના કાચના દરવાજા તુટી ગયા access_time 12:23 pm IST

  • PSA હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત : ર વર્ષ સુધી અંદર રહી શકે છેઃ પ ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છેઃ હવે બે વર્ષ સુધી કોઇપણ કેસ વગર તેઓ અટકાયતમાં રહેશે access_time 4:24 pm IST