Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જસદણ-રાજકોટ હાઈવે પર ગાબડાનું સમારકામ શરૂ કરાવતા કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયા

ખાડા હતા ત્યાં પહોંચી PWDના અધિકારીઓને બોલાવીને માથે ઉભા રહી રસ્તાનું રિપેરિંગનુ કામ શરુ કરાવ્યુ

રાજકોટઃ ચોમાસાના કારણે મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં થયા છે વાહનચાલકો માર્ગો પર પડેલા ખાડાઓથી પરેશાન થયા છે.ત્યારે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ખરાબ રસ્તા ઉપર પહોંચી જઈ તાત્કાલીક રિપેરિંગ કામ શરુ કરાવ્યુ હતું. જસદણ-રાજકોટ વચ્ચેના હાઈવેનું સમારકામ થવાથી વાહનચાલકોમાં ખુશી ફેલાઈ હતી ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા હતાં. રાજકોટ સહિતના આસપાસના ગામોના રસ્તાઓ ઉબડખાબડ થયા હતાં. વીંછીયા, જસદણથી રાજકોટ જવાનો હાઈવે બિસ્માર થવાથી વાહનચાલકોની સ્થિતિ કફોડી બની હતી.

રવિવારે રાજ્યના કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. બાવળિયાએ જ્યાં ખાડા પડયા હતાં ત્યા પહોંચી PWDના અધિકારીઓને બોલાવ્યા હતાં. અધિકારીઓના માથે ઉભા રહી રસ્તાનું રિપેરિંગનુ કામ શરુ કરાવ્યુ હતુંં..તેમના આ ઓન ધી સ્પોટ એક્શનથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ગણતરીના કલાકોમાં જ રસ્તાની મરામત થઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકો ખુશ થયા હતાં.

(7:21 pm IST)