Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

જામખંભાળીયાઃ ભાણવડ પંથકમાં થોડા સમય પહેલા પ૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ પોલીાસ દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઘોંસ બોલાવતા ચાર સ્થળે દરોડા પાડી ૬ હજાર લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

ભાણવડ તાલુકાના રાણપુર વિસ્તારમાં બરડા ડુંગરમાં ધમણી નેશમાં અલગ અલગ ચાર દરોડા પાડયા હતા. જેમા ધાના લખમણ ગુરગટીયાએ બાવળની ઝાડીમા છૂપાવેલા ૮૦૦ લીટર આથો મળી આવ્યો હતો. જયારે ભકા મૈયા રબારીએ છૂપાવેલો ૧૦૦૦ લીટર દેશી દારૂનો આથો, બાલુ રાયા કડીયાતરનો ર૪૦૦ લીટર આથો તથા બધા કાના કોડીયાતરનો ર૦૦૦ હજાર લીટર આથો પકડી પાડયો હતો જયારે દરોડા દરમિયાન ચારેય આરોપીઓ નાસી છુટયા હતા. પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)