Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મોરબી જીલ્લાના સમાજિક, રાજકીય અગ્રણી ઉધોગપતિ જયંતીભાઇ. જે.પટેલનો આજે જન્મ દિવસ.

મોરબી સામાજિક, રાજકીય અગ્રણી જેન્તીભાઈ પટેલ નો જન્મ તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા ના બરવાળા ગામે થયેલો જેમણે પોતાના નું બાળપણ બરવાળા ગામમાં વિતાવેલ અને પ્રાથમિક શિક્ષણ બરવાળા પ્રાથમિક શાળામાં એક થી ચાર સુધીનું મેળવેલું ત્યારબાદ પ્રાઈમરી પ્રાથમિક શિક્ષણ ધોરણ પાંચ થી સાત મોરબીની ગિબ્સન મિડલ સ્કુલ મોરબી ખાતે મેળવી અને માધ્યમિક શિક્ષણ લેવા માટે એમ.એસ. દોશી હાઇસ્કુલ મોરબીમાં ધોરણ 8 થી 11 સુધીનો શિક્ષણ મેળવેલ અને ઉચ્ચ અભ્યાસ અર્થે જી.જે. શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતે બી.કોમ નો અભ્યાસ કરેલો ત્યારબાદ તેઓ પોતાના ઘરેલુ વ્યવસાય ઉદ્યોગ સાથે જોડાયા તેઓએ ઓઇલ મીલ તેમજ નળિયા ઉદ્યોગમાં તેમજ સિરામિક ઉદ્યોગમાં પોતાના વ્યવસાય ને આગળ ઘપાવતા માં સખત મહેનત કરી એક ઉદ્યોગપતિ તરીકે અને એક સારા મેનેજમેન્ટ તરીકે નામના મેળવી

 

જયંતીભાઈ જે પટેલ ઉદ્યોગકાર તરીકે સફળ થયા અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પોતાનો વ્યાપક વઘારેલ શૈક્ષણિક ક્ષેત્રે તેઓ બરવાળા સ્કૂલના પ્રમુખ તરીકે ઘણા વર્ષોની સેવા આપી રહેલ છે તેમ જ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના પ્રમુખ તરીકે સેવા આપી હાલ ટ્રસ્ટી મંડળ માં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે હાલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન બોર્ડિંગ ના પૂર્વ પ્રમુખ તરીકે રહી સેવા બજાવેલ. આમ જ્યંતિભાઈ જે. પટેલ સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાય સમાજના વિકાસમાં ઉચ્ચકોટીનું પ્રદાન આપેલ છે તેમજ તેઓ મોરબી ઓઇલ મીલ એસોસિએશન માનદ મંત્રી તરીકે કામગીરી કરેલ અને હાલ મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તરીકે હોદ્દો શોભાવી રહેલ છે તેમજ ભૂતકાળ માં મોરબી રૂકિંગ ટાઇલ્સ મેન્યુ એસોસિએશન પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવેલ છે. તેમજ મોરબી વિટ્રિફાઇટ એસોસિએશન ના પ્રમુખ તરીકે કામગિરી કરી ઉદ્યોગો ના પ્રશ્ન ને સફળતા પૂર્વક રજુવાત કરી ઉદ્યોગો ને જીવંત રાખવાની કામગીરી કરેલી.

 

આમ જયંતીભાઈ જે.પટેલ સરળ, નિખાલસ, પ્રામાણિક  અને મૃદુભાષી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. જેમણે નાનપણ થી જ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરવા ના મનસુબા તેમના પિતાશ્રી જેરાજભાઈ પટેલ પાસે થી શીખેલ જેમના પિતાશ્રી ગ્રામ પંચાયત ના આજીવન સરપંચ તરીકે સેવા આપેલી ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માટે તનતોડ મેહનત કરેલી અને તેઓ બરવાળા હાઈ સ્કૂલ ના સ્થાપક સભ્ય હતા. જેના ભાગ સ્વરૂપે જ્યંતિભાઈ જે પટેલ માં સેવા અને રાજકારણ ના ગુણ તેમને બાળપણ થી જ મળેલા જેથી અભ્યાસ દરમિયાન જી.જે શેઠ કોમર્સ કોલેજ માં વિદ્યાર્થી નેતા તરીકે જી.એસ બની વિદ્યાર્થીઓ ના પ્રશ્ને લડત આપી વિદ્યાર્થી ઓ ના હિત માં સફળતાપૂર્વક કામગીરી કરેલ ત્યારબાદ મોરબી તાલુકા પંચાયત માં કારોબારી ચેરમેન તરીકે કામગીરી કરેલ અને મોરબી તાલુકા ના વિકાસ માં અગેસર ભૂમિકા ભજવેલ ત્યાર બાદ મોરબી શહેર અને તાલુકા ના કોંગ્રેસના પ્રમુખ તરીકે સફળતાપૂર્વ કામગીરી કરેલ અને પક્ષ નું સંગઠન મજબૂત બનાવેલ જેના ભાગરૂપે  તેમની સફળ કામગીરી ને જોઈ તેમને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે ની નિમણુંક આપવા માં આવેલ જેમાં તેઓ પક્ષ નું સંગઠન બનાવવા માં અને પ્રજાકીય પ્રશ્ન ની લડત આપવા માં સફળ થયેલ જે કામગીરી જોઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી તેમને પ્રદેશના ડેલિકેટ તરીકે નો હોદો સોંપવામાં આવેલ અને 65-મોરબી માળીયા વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર તરીકે તેમને મુકવા આવેલ હાલ જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે કાર્યરત છે. આ તમામ સામાજિક શેક્ષણિક અને રાજકીય રીતે તેમનું વિરાટ વ્યક્તિત્વ લોકો માં આકર્ષણ જન્માવે છે.

 

જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ એક સરળ અને સબળ વ્યક્તિત્વ ના ગુણ ધરાવતા વિરલ વ્યક્તિત્વ તરીકે 65 મોરબી માળીયા અને મોરબી જિલ્લા માં લોકચાહના ધરાવતા નિખાલસ અને પ્રજા વાત્સલ્ય નેતા ની છાપ ધરાવતા ઉમદા માનવી છે. તેમના જન્મદિવસે મારા તરફ થી અને આપ સૌ તરફ થી લાબું આયુષ્ય, સુખી અને નિરોગી જીવન પ્રધાન થઇ અને પ્રજાકીય સેવા કરવા ની વધુ શક્તિ ઈશ્વર પ્રદાન કરે તેવી આજના દિવસે પ્રભુ પાસે મંગલ પ્રાર્થના. ફરી ફરી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

(3:19 pm IST)