Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કોરોના નાબુદી માટે સામુહીક પ્રાર્થના

હર્ષદપુરમાંં નવીવાડી તથા વિજય હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વ

ખંભાળિયા તા.૧૬ : સ્વાતત્ર્ય પર્વની ઉજવણી હર્ષદપુરમાં નવીવાડી પ્રાથમીક શાળા તથા વિજય ચેરી. હાઇસ્કુલમાં સામુહિક રીતે થઇ હતી.

શાળાના ઉ.મા. વિભાગમાં નવા આવેલા શિક્ષિકા શ્રીમતી નીલાબેન અપરસંડા તથા ઇલાબેન વાઢેરના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. તથા ઝંડા ગ્રીન, વંદે માતરમ રાષ્ટ્રગીત ગાન કર્યુ હતુ તથા શાળામાં એન.એમ.એમ. એસ.ની પરીક્ષા પાસ કરનારા તેજસ્વી છાત્રોને પ્રમાણપત્રો અપાયા હતા. કોરોના મહામારીમાંથી દેશને આઝાદ કરવા માટે છાત્રો તથા શિક્ષકોએ સામુહિક પ્રાર્થના પણ કરી હતી.

સમગ્ર સંચાલન શિક્ષકશ્રી શાહભાઇએ કર્યુ હતુ તથા વ્યવસ્થા નીતિનભાઇ નંદાણીયા તથા કનુભાઇ કણઝારીયાએ કરી હતી. 

(1:46 pm IST)