Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મહારાષ્ટ્રથી ગોંડલ આવેલા ૧૪.૫૮ લાખનો દારૂ-બીયર ભરેલા ટ્રક સાથે ત્રણને પકડી લેતી રૂરલ એલસીબી

ગોંડલના યુસુફ સુમરા, મહારાષ્ટ્રના ગણેશ અને દિપકની ધરપકડઃ મંગાવનાર તરીકે ગોંડલના ઇમરાન ઉર્ફ ઇડો અને મોકલનાર તરીકે મહારાષ્ટ્રના સંજયનું નામ ખુલ્યું

 રાજકોટૅં રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ શહેર વિસ્તારમાંથી ૧૪.૫૮ લાખનો દારૂ બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે ૩ને પકડી લીધા છે. કુલ ૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઈન્સપેકટર શ્રી અજયસિંહ આર.ગોહીલને મળેલ હકિકત આધારે ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાં ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી વિદેશી દારૂના મોટો જથ્થો ભરેલ ટ્રક સાથે ત્રણ શખ્સોને પકડી લીધા છે.

ત્રણેય આરોપીઓના નામ અનવર યુસુફભાઇ આદમાણી (સુમરા) (ઉ.વ.૨૮ રહે.પંચપીરની ધાર ચીસ્તીયા મસ્જીદ પાસે ગોંડલ), ગણેશ સોન્યાબાપુ ગંજાડ (મરાઠી) ( ઉ.વ.૩૪ ધંધો-ડ્રાઇવિંગ રહે. સાંગવીસુર્યા તા.પારનેર જી.અહમદનગર-મહારાષ્ટ્ર) અને  દિપક રાધુ ગુંડ (મરાઠી) (ઉ.વ.૩૪, ધંધો.કિલનરી રહે.સાંગવીસુર્યા) છે.

 દારૂ મંગાવરનાર તરીકે ગોંડલ મોટી બજાર દરબારગઢ પાસે ખંઢેરીયા શેરીમાં રહેતાં ઇમરાન ઉર્ફે ઇંડો યાકુબભાઇ શેખાનું નામ ખુલ્યું છે. જ્યારે આ દારૂ મોકલનાર તરીકે સંજય પર્વતી વાઢવાની (રહે. પીંપરીજલસેન તા.પારનેર જી.અહમદનગર-મહારાષ્ટ્ર)નું નામ ખુલ્યું છે. પોલીસે જુદી-જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ-૪૭૯૮ તથા બિયર ટીન નંગ-૪૮૦ કિ.રૂ.૧૪,૫૮,૩૦૦, ટાટા કંપનીનો ટ્રક રજી.ન. એમએચ-૧૨એલટી-૪૯૫૨ જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૪,૭૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ, એએસઆઇ મહેશભાઈ જાની, હેડકોન્સ.રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા,અનીલભાઈ ગુજરાતી, નિલેષભાઈ ડાંગર, બાલક્રુષ્ણત્રીવેદી, પો.કોન્સ.રહીમભાઈ દલ, રૂપકભાઈ બોહરા, પ્રકાશભાઈ પરમાર, દિવ્યેશભાઈ સુવા, પ્રહલાદસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઈ મકવાણા, નેમીષભાઈ મહેતા, ડ્રા.એએસઆઇ અમુભાઈ વિરડા, ડ્રા.કોન્સ.સાહીલભાઈ ખોખર સહિતે કરી છે. 

(12:38 pm IST)