Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મીઠાપુર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

 મીઠાપુરઃ નુતન બાલ શિક્ષણ સંઘ શાળા દ્વારા ૭પમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના જ સીનીયર શિક્ષિકા શ્રીમતી માયાબેન રાવલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે મીઠાપુર ટાટા કેમીકલ્સના વાઇસ ચેરમેન કામથ મીઠાપુર ટાઉન ડીપાર્ટમેન્ટના હેડ બીમલભાઇ મોઢવાડીયા, શાળાના ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત શાળા દ્વારા ચલાવવામાં આવેલ એક ઓનલાઇન સ્પર્ધામાં પણ બાળકોએ ભાગ લઇ આપણા મહાન ભારત દેશની સંસ્કૃતિને લગતા પ્રોજેકટ ઘરે જ બનાવી સ્કુલમાં મોકલી એક નાનુ પ્રદર્શન બની રહે તેવી પણ ગોઠવણ કરી હતી તથા શાળાના જ બાળકો દ્વારા નાના નાના છોડને નાની નાની બોટલોમાં સજાવી શાળાની દીવાલ પર રાખવામાં આવ્યા હતા. આ સંપુર્ણ આયોજનમાં શાળાના શિક્ષકો ઉપરાંત શાળાના આચાર્યા શ્રીમતી બીનીતાબેન રાજપુત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:56 am IST)