Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આંબરડી નજીક એસટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત

કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો:બસને પણ નુકશાન

સાવરકુંડલા -રાજુલા હાઇવે પર આંબરડી નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસમાત સર્જાયો હતો સાવરકુંડલા તરફથી આવી રહેલ રિનોલ્ટ પલ્સ કાર અને રાજુલાથી અમદાવાદ જતી એસ.ટી.બસ વચ્ચે આંબરડી નજીક  ગોળાઈમા ધડાકાભેર ટક્કર સજાૅઈ હતી.કારમા કાર ચાલક પુત્ર તેના માતા અને અન્ય એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સવાર હતા

  , અકસ્માત થતા કારમા ડ્રાઈવર સાઈડ એરબેગ ખુલી જતા કાર ચાલક પુત્રનો સદનસીબે બચાવ થયો છે જયારે પાછળ સીટમા બેસેલ ચાલક પુત્રના માતાને કાચ વાગતા ઈજા પહોંચી હતી, તાત્કાલિક 108 મારફત તેમને સાવરકુંડલા સિવીલમા ખસેડવામા આવેલ છે.જ્યારે ચાલક પુત્ર અને અન્ય એક મહિલાનો સદનસીબે બચાવ થવા પામ્યો છે.

   અકસ્માતમા કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો, જ્યારે એસટી બસને પણ નુકશાન થવા પામ્યુ છે.એસટી બસના ચાલકે સમયસુચકતા વાપરી બસને ખેતરમા ઘુસાડી દેતા મોટી દુઘૅટના થતા અટકી ગઈ હતી અને કાર ચાલકનો એરબેગ ખુલી જવાના કારણે બચાવ થયો હતો

   . કાર ચાલક સા.કુંડલાના ગીણીયા ગામના પ્રફુલ્લ દકુભાઈ કોઠીયા હોવાનુ જાણવા મળેલ, અકસ્માત સજાૅતા હાઈવે પર વાહનોની કતાર લાગી હતી, અકસ્માતની જાણ થતા સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણી પણ મદદે દોડી ગયા હતા.

   બનાવ જાણ સાવરકુંડલા રૂરલ પોલીસને કરાતા પીએસઆઈ જી.પી.જાડેજા, જમાદાર વિજયભાઈ રાઠોડ, સુરેન્દ્રસિંહ સરવૈયા સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાયૅવાહી હાથ ધરેલ, રાજુલા એસટી ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવેલ.સદનસીબે અન્ય કોઈ ગંભીર ઈજા કે જાનહાનીની ઘટના થતા અટકી ગઈ હતી

(1:12 am IST)