Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીના માધાપર -મહેન્દ્રપરા વિસ્તારમાં મહિનાઓથી ઉભરાતી ગટરો મહિલાઓ દ્વારા પાલિકા કચેરીએ તાળાબંધી ;રસ્તા ચક્કાજામ કર્યા

વારંવાર રજુઆત કરવા છતા તંત્ર ભરનિંદ્રામા હોય મહિલાઓ પાલીકા કચેરીએ ધસી ગઈ

મોરબીમા માધાપર મહેન્દ્રપરા વિસ્તારના શહેરીજનો નિંભર પાલીકાથી કંટાળી તાળાબંધી અને રસ્તા ચકકાજામ કર્યા હતા મહિલાઓ સહિતનુ ટોળુ પાલીકા કચેરીએ ધસી આવી પાલીકા કચેરીને તાળાબંધી કરતા પોલીસ બંદોબસ્ત બોલાવામા આવ્યો હતો

માધાપર અને મહેન્દ્પરા વિસ્તારમા છેલ્લા બે ત્રણ માસથી શેરીમોમા ગટરો ઉભરાય રહી છે જેની પાલીકા તંત્રને વારંવાર રજુઆત કરવા છતા તંત્ર ભરનિંદ્રામા હોય મહિલાઓ પાલીકા કચેરીએ ધસી ગઈ હતી

ગટરના ગંદા પાણી માથી ચાલવુ મુશકેલ બન્યુ છે અને દુર્ગંધથી અને મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે છતા પાલીકાના પેટનુપાણી નથી હલતુ તેવી લોક ફરીયાદ ઉઠી હતી

મહિલાઓએ રસ્તા ચકકાજામ કરતા ટ્રાફીક જામ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી

(7:52 pm IST)