Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

હળવદના રણમલપુર પંચાયતના સમિતિ ચેરમેનની નાની સિંચાઇ કૌભાંડમાં ધરપકડ : બે દિવસના રિમાન્ડ મેળવ્યા

મોરબીના નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં એ ડિવિઝન પોલીસે હળવદ તાલુકાના રણમલપુર ગામના ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ પર લીધા છે.
  રાજ્ય સરકાર દ્વારા નાની સિંચાઈ યોજનાના કામ કરવા માટે મોરબી જીલ્લામાં 30 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે રકમનો ઉપયોગ કરીને જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આ તળાવ ઊંડા ઊતરીને પાણી સંગ્રહ શક્તિ વધે તેના માટેના કામ કરવાના હતા પરંતુ અધિકારી અને પદાધિકારીએ મીલીભગત કરીને માત્રને માત્ર સરકારી ચોપડા ઉપર જ કામગીરી કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી અને નાણાંકીય કૌભાંડ કર્યું હતું.
   દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં રણમલપુર ગામ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઈ દેવાભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ હતી અને પોલીસે રીમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા જેથી આરોપીએ આ કૌભાંડમાં કેટલા રૂપિયા લીધા છે તે દિશામાં તપાસ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પુનાભાઈ રાઠોડ દ્વારા જે તે સમયના અધિકારીને અરજી કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ સારું કામ થયું હોવાના પ્રમાણપત્ર દેવામાં આવ્યુ હતુ

 જાણવા મળતી વિગત પ્રમાણે પુનાભાઇ રાઠોડે ત્રણ લાખ રૂપિયાથી વધુની રકમ લીધા હોવાની માહિતી હાલમાં બહાર આવી રહી છે અને પુનાભાઇ રાઠોડ દ્વારા તેના વિસ્તારમાં પેટા કોન્ટ્રાકટમાં છ કામ રાખ્યો હતા તે કામ પણ તેના દ્વારા યોગ્ય ન કરીને ગેરરીતી કરવામાં આવી છે. આ કૌભાંડમાંથી કુલ મળીને આરોપીએ સાત લાખથી વધુની રકમની મલાઇ તારવી હોવાની શકયતા છે.

(7:41 pm IST)