Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

જાફરાબાદ પાલિકાના મહિલા પ્રમુખ કોમલબેન બારૈયાએ સ્વાતંત્ર્ય દિને અંગ્રેજીમાં પ્રવચન આપ્યું

અમરેલી, તા. ૧૬ : સામાન્ય રીતે રાજનેતાઓ ખાસ કરીને અમરેલી જેવા ગ્રામીણ વિસ્તારમાં નેતાઓ ખાસ શિક્ષિત નથી હોતા અને એમાંય ઇંગ્લીશ લખવું કે બોલવું એટલે ભલ ભલા નેતાને આંખમાં પાણી આવી જાય છે.

જાફરાબાદ નગરપાલિકાના મહિલા પ્રમુખ કોમલબેન સરમણભાઇ બારૈયાએ ૧પ ઓગસ્ટના કાર્યક્રમમાં સડસડાટ અંગ્રેજી ભાષામાં સ્પીચ આપી સૌને ચોકાવી દીધા હતાં.

જાફરાબાદના આ કાર્યક્રમમાં ૯ જેટલી ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓ, એલ એન્ડી ટીના અધિકારીઓ અને સરકારી અફસરોએ કોમલબેનની સ્પીચને તાળીઓથી વધાવી હતી. વડાપ્રધાન મોદી મહિલા સશકિતકરણ અને મહિલા રાજનેતાઓને સત્તામાં ભાગીદારી માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોમલબેન જેવા શિક્ષિત રાજનેતાઓ ભારતનું ભવિષ્ય છે એ સાબિત થયું છે.

અગાઉ વાયુ વાવાઝોડું આવ્યું ત્યારે પણ નગરપાલિકા તરીકે કોમલબેનએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જેની નોંધ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ લીધી હતી.

(4:22 pm IST)