Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ગોંડલમાં રૂપીયા આપવાની ના પાડતા મુકેશભાઇ પ્રજાપતીને ચંદુ પટેલે હથોડી ઝીંકી દીધી

પટેલવાડીમાં જુના મનદુઃખનો ખાર રાખી નિકુંજ પટેલ પર રોનક અને કીરણ પટેલનો છરીથી હુમલો

રાજકોટ, તા., ૧૬: ગોંડલમાં નજીવી બાબતે હુમલાના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.  પ્રથમ બનાવમાં ગોંડલ અલખના ઓટલા પાસે મુકેશભાઇ દામજીભાઇ નારીગ્રા (પ્રજાપતી) (ઉ.વ.પ૮) (રહે. મૂળ બગસરા, હાલ-રેલ્વે સ્ટેશન ફુટપાથ-ગોંડલ) પર ત્યાં જ રહેતા ચંદુ પટેલે માથામાં હથોડી ઝીંકી દેતા મુકેશભાઇને ગંભીર ઇજા થતા હોસ્પીટલે ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત મુકેશભાઇ પાસે ચંદુ પટેલે વાપરવાના રૂપીયા માંગતા અને તે દેવાની ના પાડતા હથોડી ઝીંકી દીધી હતી. આ અંગે ફરીયાદ  થતા પીએસઆઇ એસ.બી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ગોંડલના પટેલવાડી શેરી નં. ૧ પાસે નિકુંજ ગીરધરભાઇ ઢોલરીયા  (ઉ.વ.ર૪) પર રોનક નારણભાઇ ઢોલરીયા તથા કરણ નારણભાઇ ઢોલરીયાએ છરીથી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત નિકુંજ અને આરોપી રોનકના કારખાના બાજુ-બાજુમાં હોય અગાઉ રોનક વિરૂધ્ધ થયેલ અરજીના મનદુઃખનો ખાર રાખી રોનક તથા કરણે છરીથી હુમલો કર્યો હતો. આ અંગે ઉકત બંન્ને શખ્સો સામે ફરીયાદ થતા પ્રો. એએસઆઇ આર.સી. માલવીયાએ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)