Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ખોડલધામ કાગવડ ખાતે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ નિમિતે વિશેષ શણગાર

રાજકોટ : સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનના સુભગ સમન્વયને ધ્યાને લઇ ખોડલધામ મંદિર કાગવડ ખાતે વિશેષ શણગાર સાથેના દર્શન ખુલ્લા મુકાયા હતા. સમગ્ર મંદિર પરિસર અને ગર્ભગૃહ દીપી ઉઠયુ હતુ. સૌરાષ્ટ્રના ધાર્મિક પર્યટન સ્થળ તરીકે જાણીતા બની ગયેલ ખોડલધામ ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉમટયા હતા અને દર્શનનો લાભ લીધો હતો. માં ખોડલને દરરોજ અવનવા વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન નિમિતે બન્ને તરફ રાખડી બનાવીને મુકવામાં આવેલ. તેમજ સ્વાતંત્ર્ય પર્વને ધ્યાને લઇ  માં ખોડલને ચડાવવામાં આવેલ હારમાં કેસરી, સફેદ અને લીલા રંગના ફુલોથી તિરંગાની આભા ઉભી કરવામાં આવી હતી. મુખ્ય પ્રવેશદ્વારથી લઇને સમગ્ર મંદિર પરિસર રાષ્ટ્રધ્વજની થીમ પર શણગારવામાં આવેલ. મંદિરના દર્શનગૃહમાં પણ રાષ્ટ્રધ્વજની લાઇટીંગ સાથે શોભા કરવામાં આવી હતી. તસ્વીરમાં વિવિધ સુશોભનો નજરે પડે છે.

(1:22 pm IST)