Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીમાં ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ

યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  નીલકંઠ વિદ્યાલય અને પી જી પટેલ કોલેજના સહયોગથી  ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ હતી જે શહેરના રવાપર રોડથી શરુ કરીને શહેરના મુખ્યમાર્ગો પરથી ફરી હતી સ્વતંત્ર યાત્રામાં જોડાયેલ વિદ્યાર્થીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે જ મોરબીવાસીઓ સ્વતંત્રતાના રંગે રંગાય ગયા હતા

(1:19 pm IST)