Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરાને સુનીલ સૂર્યવંશી ભગાડી ગયો

મોરબી, તા.૧૬: મોરબી નજીક સિરામિક ફેકટરીમૉ કામ કરતા શ્રમિક પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી એમ.પી.નો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ થતા બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર મોરબી નજીકની ફેકટરીમાં કામ કરતા અને મૂળ એમપીના રહેવાસી સુનીલ રામસિંગ સૂર્યવંશી નામનો શખ્શ ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી  ભગાડી જતા તાલુકા પોલીસે સગીરા અપહરણનો  ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છ.

(1:19 pm IST)