Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીના લાલપર અને જીવાપર ગામે જુગારના દરોડાઃ ૧પ પતાપ્રેમીઓ પકડાયા

 

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

મોરબી, તા., ૧૬: મોરબીના લાલપર અને જીવાપર ગામે જુગાર રમતા ૧૫ પત્ત્।ાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસસઆઈ એમ વી પટેલ ટીમના મહિપતસિંહ છનુભા, દિનેશભાઈ હ્રનાભાઈ, જુવાનસિંહ ભરતસિંહ, નગીનદાસ નિમાવત, ચંદ્રસિંહ કનુભા, હિતેશભાઈ વશરામભાઈ, અશોકભાઈ ધીરૂભાઈ, કિર્તીસિંહ જાડેજા સહિતની ટીમે હિતેશ ચાવડા અને દિનેશભાઈ બાવળિયાની બાતમીને આધારે જીવાપર ગામે ધીરૂભાઈ તળશીભાઈ કાલરીયાના મકાનમાં દરોડો કરી જુગાર રમતા દેવજીભાઈ આયદાનભાઈ સવસેટા, ઉમેશભાઈ ઉર્ફે હકાભાઇ રણછોડભાઈ ભાડજા, ભરતભાઈ બચુભાઈ વડાવીયા, પરેશભાઈ બાબુભાઈ દેત્રોજા, હીરાભાઈ રાજાભાઈ સવસેટા, ચેતનભાઈ રામજીભાઈ પટેલ અને જયંતીભાઈ ગોકળભાઈ પટેલ એમ સાત જુગાર રમતા હોય દરોડો કરીને પાંચ આરોપીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨,૭૯,૫૦૦ જપ્ત કરી છે જયારે બે આરોપી ચેતન પટેલ અને જયંતી પટેલ નાસી જતા તેની સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જયારે બીજી રેડમાં તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, નગીનદાસ નિમાવત, હિતેશ ચાવડા, કિર્તીસિંહ જાડેજા અને ચંદ્રસિંહ પઢીયાર, અશોકભાઈ ખાંભરાની ટીમે બાતમીને આધારે લાલપર ગામે બાલમંદિર પાસે દરોડો કરીને જુગાર રમતા રાજેશ દિયાળભાઈ ભૂંગાણી, નીલેશ જગજીવનભાઈ હરીપરા, પ્રકાશ પરષોતમ થડોદા, નીકુલ વલ્લભ ગાંભવા, દીપેશ નરશી ભરડવા,  સંજય વ્રજેશ અગ્રાવત, પોપટ ઈશ્વર કાયનેટીયા અને હર્ષદ જગજીવન હરીપરા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪,૪૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:17 pm IST)