Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીમાં એપાર્ટમેન્ટમાં પરેશ હુંબલના ફલેટમાં દરોડો : જુગાર રમતા ૬ ઝડપાયા

પરેશ હુંબલ, કિશોર ડાંગર, નિર્મલ લોખીલ, જેઠા બકુત્રા, ભારમલ ખાડેખા અને અજય દવેની ધરપકડ

મોરબી તા ૧૬ :  મોરબીમાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે સ્થાનીક પોલીસ અને એલ.સી.બી. ટીમે વાઘપરાના સીટી એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે દરોડો પાડી એલસીબી ટીમે છ શખ્સોને ઝડપી રોકડ રકમ જપ્ત કરી છે. મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજસિંહ વાઘેલાની સુચના હેઠળ એલ.સી.બી.  પી.આઇ. વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇશ્વરભાઇ કલોતરા, ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે મોરબી વાઘપરા શેરી નં.૧૫-૧૭ વચ્ચેના સીટી એપાર્ટમેન્ટમાં આરોપી પરેશ વિજય હુંબલ, બાહરથી માણસો એકઠા કરી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડતો હોય, જે બાતમીના આધારે દરોડો કરીને પરેશ વિજય હુંબલ, કિશોર સુખાભાઇ ખાંડેખા, અને અજય નવીનભાઇ દવે એમ છ ને ઝડપી લઇને રોકડ રકમ રૂા ૫૫,૩૦૦ જપ્ત  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 pm IST)