Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીમાં ઉત્તમ કામગીરી કરનાર પોલીસ જવાનોના સન્માન

મોરબીઃ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે હળવદ ખાતે ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં ત્રણ પોલીસ જવાનોના પણ સન્માન કરાયા છે  મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે હળવદ ખાતેના સમારોહમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા, નિર્મળસિંહ રામસિંહ જાડેજા અને નંદલાલ દેવજીભાઈ વરમોરા સહિતના પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા હળવદ ખાતે સ્વાતંત્ર્ય પર્વના સમારોહમાં જીલ્લા કલેકટર આર જે માકડિયા, જીલ્લા એસપી ડો. કરનરાજ વાદ્યેલા અને ડીડીઓ એસ એમ ખટાણા સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

(1:16 pm IST)