Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ટંકારાના વાઘગઢ ગામનો ચેકડેમ તુટતા ખેતીની જમીનનુ ધોવાણઃ પાકને નુકશાન

ટંકારા તા. ૧૬ : ટંકારા તાલુકામાં ગત સપ્તાહે પડેલા વરસાદ બાદ વ્યાપક નુકશાની અંગે અનેક બહાર આવી રહી  છે જેમા ટંકારાના વાઘગઢ ગામનો ચેકડેમ તુટતા પાણી ખેતરોમાં ભરાયા હતા જેથી જમીન ધોવાણ ઉપરાંત પાકને નુકશાન થયુ છે.

ટંકારાના વાઘગઢ ગામમાં ભારે વરસાદને પગલે ગામની જીવાદોરી સમાન ૬૦-૪૦ની યોજના વાળો અને વચ્ચેના પોઇન્ટ ગણાતા સિંચાઇ માટે ઉપયોગમાં આવતો ચેકડેમ તુટ્યો છે. જેથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી જમીન ધોવાણ  થયુ છે તો ચેકડેમ તુટતા ખેડુતોને હવે સિંચાઇનુ પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉદભવ્યો છે જેથી સરકાર તાત્કાલિક પગલા ભરે અને ખેડુતો માટે યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે.

(1:15 pm IST)