Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ધોરાજી : ચકચારી દારૂ-લાંચની કિસ્સામાં બે દિવસના રીમાન્ડ

ધોરાજી તા.૧૬ :  ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિકટ જજ સાહેબની કોર્ટમાં જેતપુર કોર્ટ નો પણ ચાર્જ હોય વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ જમાદાર અશ્વિન સિંહ નિરૂપા એ પ્રજાજન રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ મારફતે દારૂના કેસમાં છોડી મૂકવા બદલ રૂપિયા એક લાખની માંગણી ના અંતે ૨૫ હજાર રૂપિયા નક્કી કરેલા હતા તે ગુનાની લાંચ એસીબી દ્વારા ટ્રેપ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ એ સ્વીકારી હતી ત્યારબાદ આ રાજેન્દ્રસિંહ ની તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવેલી હતી આજરોજ ૧૫ ઓગસ્ટના દિવસે ધોરાજીના એડિશનલ સેશન્સ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સમક્ષ આરોપી રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ને તપાસ કરનાર અધિકારી શ્રી એ રજૂ કરી અને અન્ય આવા ગુનાઓ આચરેલા  છે કે કેમ તથા ગુનાઓના મૂળ સુધી પહોંચવા માટે ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે રિમાન્ડ અરજીમાં ધોરાજીના એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર શ્રી કાર્તિકેય પારેખે દલીલ કરી અને રિમાન્ડ મંજુર કરવા પુરતા કારણો હોવાનું દર્શાવેલ હતું ત્યારબાદ આરોપીના વકીલ તરફથી પણ દલીલો કરવામાં આવી ધોરાજીના  એડિશનલ સેશન્સ જજેઆરોપીઓને બે દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા.

(1:14 pm IST)