Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો

રાજકોટ, તા. ૧૬ : જેતપુર તાલુકાના અપહરણના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને એસઓજી શાખાનો સ્ટાફ જેતપુર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હે કોન્સ. જયવીરસિંહ રાણા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડાને ખાનગી રાહે હકીકત મળેલ કે જેતપુર તાલુકા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૦૯/ર૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૬ મુજબના કામે નાસતો ફરતો આરોપી કિશનભાઇ ઉર્ફે કિશોર મનસુખભાઇ પરમાર જાતે કોળી ઉ.વ.૩૦, ધંધો મજુરીકામ રહે. જેતલસર જંકશન મફતીયાપરા તા. જેતપુર  જેતલસર આવ્યો હોવાની બાતમી મળતા તેને પકડી પાડી જેતપુર તાલુકા પોલીસ મથકને હવાલે કરાયો હતો.

(1:12 pm IST)