Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સાવરકુંડલામાં ચા બનાવતી વખતે પ્રાઇમસમાં ભડકો થતા ૯૭ વર્ષના વૃધ્ધાનુ મોત

અમરેલી તા.૧૬: સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર રહેતી મીણાબેન કાથડભાઇ સલ્લા (૯૭) નામની વૃધ્ધા પોતાના ઘેર પ્રાઇમસ ઉપર ચા બનાવતી હતી ત્યારે હવા ભરતા ભડકો થતા દાઝી જતા તેનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

વાલારડીમા ંબીમારીથી કંટાળી મહિલાનો આપઘાત

બાબરાના વલારડીમાં રહેતી મુસ્લીમ મહિલા અમીતાબેન જીતુભાઇ રાછડીયા નામની મહિલાએ પેટમાં ગેસની બિમારીથી તથા માથાના દુઃખાવાથી કંટાળી જઇ એસીડ પી લઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

જિલ્લામાં જુગારના ચાર દરોડા

વડીયાના ટુંટ્ટીયા પીપળીયા ગામે મહેશ મનુ લશીયા સહિત ચારને કિ.રૂ.૫૨૭૦ અમરેલીના ભરતનગર રોડ ઉપર મુનિર રજાક ઘોધારી સહિત પાંચને કિ.રૂ.૭૭૮૦ ખાંભાના ડેડાણમાં ભીમાભીખા મકવાણા સહિત સાતને કિ.રૂ.૨૫૫૦ બગસરામાં હનીફ બચુ સૈયદ સહિત ૧૩ શખ્સોને તથા ત્રણ ફરાર શખ્સો સામે જુગાર રમતા કિ.રૂ.૧૫૨૦ની રોકડ રકમ સાથે પોલીસે દરોડો પાડી ઝડપી લઇ ફરાર ત્રણેયને ઝડપી લેવા શોધખોળ આરંભી હતી.

(1:12 pm IST)